ત્રણ માસમાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ સહિતના 1400 કેસ નોંધાયા
ચાલુ વર્ષે જિલ્લામાં ચોમાસાના આગમનથી જ મચ્છરજન્ય તેમજ વાહકજન્ય રોગચાળો પણ વકરતા જુલાઈ અને ઓગસ્ટ માસમાં તો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલોમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયા, તાવના દર્દીઓથી ભરચક હોસ્પિટલો બની હતી. જોકે ગાંધીનગર જિલ્લાના કલોલ, માણસા, દહેગામ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાની આસપાસના વિસ્તારોમાં બાંધકામ પ્રમાણમાં હોવાથી તેમાં ભરાઈ રહેલા વરસાદી પાણીમાં મચ્છરોની ઉત્પત્તિ માટે મોકળું મેદાન બની રહ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.