ગાંધીનગરમાં દિવસ તેમજ રાતના તાપમાનમાં 12. 5 ડિગ્રીનો તફાવત - At This Time

ગાંધીનગરમાં દિવસ તેમજ રાતના તાપમાનમાં 12. 5 ડિગ્રીનો તફાવત


વરસાદના વિરામ બાદ ગાંધીનગરમાં પુનઃ ગરમીએ સ્થાન જમાવતા ઓક્ટોબર માસમાં જ દિવસ અને રાત્રિના તાપમાનમાં 12. 5 ડિગ્રી જેટલો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ઓક્ટોબર માસમાં સારો વરસાદ થવાથી દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે માંડ પાંચ ડિગ્રીનો જ તફાવત રહેતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે વરસાદની સાથે સાથે ગરમીએ પણ જોર રહેતા ઓક્ટોબર માસમાં પણ નગરનું મહત્તમ તાપમાન 36 ડીગ્રી જેટલું ઊંચું પામ્યું છે. સોમવારે નગરનું મહત્તમ તાપમાન 35. 5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.