જુનાગઢ જિલ્લાના કેશોદમાં શિવમ્ ચક્ષુદાન આરેણા તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદના માધ્યમથી રૂધાણી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન - At This Time

જુનાગઢ જિલ્લાના કેશોદમાં શિવમ્ ચક્ષુદાન આરેણા તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદના માધ્યમથી રૂધાણી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન


👁 ચક્ષુદાન-મહાદાન👁

જુનાગઢ જિલ્લાના કેશોદમાં શિવમ્ ચક્ષુદાન આરેણા તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદના માધ્યમથી રૂધાણી પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
જુનાગઢ જિલ્લાના કેશોદમાં વલ્લભદ્વાર એપાર્ટમેન્ટ,304-જલારામ મંદિર રોડ વિસ્તારમાં રહેતા સ્વ.નરેન્દ્રભાઈ કેશવલાલ રૂધાણી ઉ.વર્ષ.73 કે જેઓ મેહુલભાઈ નરેન્દ્રભાઈ રૂધાણીના પિતાશ્રી થાય છે.જેમનું આજે તા.01.10.2023 ને રવિવાર,ભાદરવા વદ બીજના રોજ ઉંમરના કારણે દુઃખદ અવસાન થયેલ છે.
આથી આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સદગતના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જે માટે જુનાગઢ ગીરનારી બ્લડગૃપના સમીરભાઈ દત્તાણીએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્રના સંચાલકને જાણ કરી હતી.

આથી નેત્ર કલેક્શન માટે લોએજ ગામના રાજેશભાઈ સોલંકી દ્વારા સદગતના નેત્રનું કલેક્શન કરવામાં આવ્યું હતું.અને આજના ચક્ષુનો સ્વિકાર રઘુવંશી હોસ્પિટલના ડૉ.સ્નેહલ તન્ના સાહેબ દ્વારા કરવામાં આવ્યો હતો.અને રાજેશભાઈ નંદાણિયા દ્વારા વાહનની વ્યવસ્થા કરી હતી અને સચીનભાઈ જોટવાએ સાઈડ સપોર્ટર તરીકે જરૂરી મદદ કરી વ્યવસ્થામાં સહકાર આપ્યો હતો.આ સમયે દિનેશભાઈ કાનાબાર,તેમના પરિવારજનો,કુટુંબીજનો, સગા સ્નેહીજનો પ્રેરક ઉપસ્થિત રહી સહકાર આપેલ.
આજના આ નેત્રદાન માટે સમીરભાઈ દત્તાણી અને ગીરનારી ગૃપ-જુનાગઢનો સાથ અને સહકાર રહેલ તેમજ ડૉ.ધડુકસાહેબ દ્વારા પણ ટેલિફોનિકના માધ્યમથી આજના ચક્ષુદાનના વિષય અનુસંધાને યોગ્ય માર્ગદર્શન અને ચર્ચા કરેલ.આમ ગીરનારી ગૃપ અને ધડુક સાહેબ ''નેત્રદાન-મહાદાન"ના સુત્રને સાર્થક કરવા હંમેશા પ્રયત્નશીલ છે અને રહેશે.

સ્વર્ગસ્થ રતિલાલભાઈના બંન્ને ચક્ષુ ડૉ.થાનકી સાહેબની મુનિ સંત બાલાજી આઈ બેંક અને હોસ્પિટલ વેરાવળ,જિ.ગીર સોમનાથને મયુરભાઈ સોલંકી દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં.

આપને એ વાત જણાવી દઈએ કે સ્વ.નરેન્દ્રભાઈએ અગાઉથી દેહદાનનો સંકલ્પ કરેલ હતો.આ માટે G.M.E.R.S.મેડિકલ કોલેજ એટોનોમી વિભાગ પોરબંદરના ડૉ.મયંક જાવિયા સાહેબ સાથે દેહદાન માટે વાત કરેલ પરંતું દેહદાન સ્વિકારતા પહેલા દેહના નિયમ પ્રમાણે ફિઝીકલ બાબતો જોવાતી હોય છે જે ધ્યાને લઈને દેહદાન શક્ય બનેલ નથી આ માટે શિવમ્ ચક્ષુદાન-આરેણા તેમજ ભારત વિકાસ પરિષદ દિલગીરી વ્યક્ત કરે છે.અને ચક્ષુદાતા નરેન્દ્રભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.

રૂધાણી પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.નરેન્દ્રભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે.

આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

રૂધાણી પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,ગીરનારી બ્લડ ગૃપ-જુનાગઢ,ભારત વિકાસ પરિષદ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો તેમજ ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની શક્તિ પ્રભુ આપને આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ નરેન્દ્રભાઈના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....

મિત્રો આ તકે આપને જણાવી એ છીએ કે આપણા વિસ્તાર મા કોર્નિયા થી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલા ની તપાસ કરી ને ઓપરેશન માટે ફીટ હોવી જોઈએ. મતલબ આ આંખ ના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જોવાતું હોય છે. આમ જે લોકો ને કોર્નિયા થી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે.આવી વ્યક્તિ ની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્ષ્ટિ ફરી થી અપાવી શકીએ છીએ.
રિપોર્ટર સુદીપ ગઢિયા-9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.