રાજકોટના ખાદીભવનમાં ગાંધી જયંતીએ સામાન્ય દિવસો કરતાં20 ગણી 12 લાખ રૂપિયાની ખાદી માત્ર 12 કલાકમાં વેચાઈ ગઈ
યુવાનોએ ડેનિમ જીન્સ, યુવતીઓએ દુપટ્ટા, ચોલી, કુર્તી અને ડ્રેસની ખરીદી કરી
બીજી ઓક્ટોબરે ગાંધી જયંતીએ રાજકોટમાં 12 કલાકમાં રૂ.12 લાખની ખાદીની ખરીદી થઇ હતી. યુવાનોએ ડેનિમ જીન્સ, યુવતીઓએ ચોલી, ડ્રેસ,કુર્તીની ખરીદી કરી હતી. સિનિયર સિટિઝને પણ ખાદીના ઝભા, શાલ, કોટીને ખરીદ્યા હતા. ખાદી ભવનના જનરલ મેનેજર જીતેનભાઈ શુક્લાના જણાવ્યાનુસાર ગત વર્ષે રૂ.9.50 લાખ રૂપિયાની ખાદીની ખરીદી થઈ હતી. આમ, ગત વર્ષની સરખામણીએ રૂ.2.50 લાખનું વેચાણ આ વર્ષે વધ્યું હતું. જ્યારે ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં હેન્ડિક્રાફ્ટની ચીજવસ્તુની રૂ.1.50 લાખનું વેચાણ થયું હતું. જે ગત વર્ષે રૂ.1.40 લાખનું હતું. ખાદીની જે કુલ ખરીદી થઈ છે તેમાં 50 ટકા હિસ્સો યુવાનોનો અને 50 ટકા હિસ્સો સિનિયર સિટિઝનનો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.