હિંમતનગરના જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ દ્રારા માતા અને બાળકને નવજીવન મળ્યું - At This Time

હિંમતનગરના જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ દ્રારા માતા અને બાળકને નવજીવન મળ્યું


*હિંમતનગરના જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ દ્રારા માતા અને બાળકને નવજીવન મળ્યું*
******        
*જિનલબેનનો મેલીનો ભાગ આગળ હોવાથી માતા-બાળકના જીવને જોખમ હતું*   
 *******
    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ ગાયનેક વિભાગ દ્વારા જીનલબેન ચમાર નું અત્યંત જોખમી સફળ ઓપરેશન કરી માતા અને બાળકને નવજીવન આપતા જી.એમ.ઇ.આર.એસ ગાયનેક વિભાગના ડોક્ટર.
 
     હિંમતનગર(રાયગઢ)ના જિનલબેન વી. ચામર મૂળ નિવાસ અમદાવાદ તેઓ ડિલિવરીમાટે પોતાના પિયર આવ્યા હતા. જિનલબેન પ્રસુતિ માં મુશ્કેલી હતી. તેમની મેલીનો ભાગ આગળ હોવાથી તેમની સુવાવડ અત્યંત જોખમી હતી.આ અગાઉ પહેલાથી જ ચાર હોસ્પિટલની સારવાર લઈ ચૂક્યા હતા. પરંતુ અચાનક જ બ્લીડિંગ ચાલુ થવાથી અંતે તેઓ જી.એમ.ઇ.આર.એસ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. ઓપરેશન જરૂર હોવાથી તાત્કાલિક સિઝેરિયન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચાર બોટલ લોહી અને ચાર બોટલ પ્લેટલેટ ચડાવવામાં આવ્યા હતા બે દિવસ વેન્ટિલેટર ચાર દિવસ ઓબ્સ સ્ટ્રીક આઈ.સી.યુ,માં સારવાર આપવામાં આવી હતી. તા. ૩/૧૦/૨૦૨૩ના રોજ માતા અને બાળકની તબિયત એકદમ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલ થી ઘરે જવા માટે રજા અપાઇ હતી.
         જિનલબેન ના પતિ જણાવે છે કે,તેમની પત્નીના પ્રસૂતિ પૂર્વે બ્લીડીંગ શરૂ થતાં જુદી જુદી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા પરંતુ કોઈએ કેસ ના લેતા છેવટે તેઓ અહીં આવ્યા હતા. અહીં આવ્યા બાદ ડૉક્ટરોની ટીમ તેમના પત્ની ની સારવારમાં લાગી હતી. જેના પરિણામ સ્વરૂપ આજે તેમનું બાળક અને પત્ની બંને સ્વસ્થ છે. જેના માટે તેઓ હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરોના ખુબ ખુબ આભારી છે.   
    જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ હિંમતનગર ની નજીક રાજસ્થાનના અને અન્ય નજીકના જિલ્લામાં થી વારંવાર આવા ગંભીર દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે અને કેટલાક કિસ્સાઓમાં કોથળી કાઢવી પડતી હોય છે અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે એમ હોય છે પણ જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ હિંમતનગરની ગાયનેક વિભાગની ટીમ આવા અનેક દર્દીઓને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરીને દર્દી અને તેમના સગા માટે આશીર્વાદ રૂપ બની છે.
    આ સફળ ઓપરેશન માં ગાયનેક વિભાગની ટીમ ડૉ ઋનું ઘોષ સહ પ્રાધ્યાપક, ડૉ.લતિકા મહેતા, સહ પ્રાધ્યાપક ડૉ. શિલ્પા નિનામા મદદનીશ પ્રાધ્યાપક, મેઘાવીની પરમાર ,મદદનીશ પ્રાધ્યાપક, ડૉ.કાજલ રેસિડેન્ટ ડોક્ટર તથા એનેસ્થેસિયા વિભાગ થી ડૉ,સ્નેહા મદદનીશ પ્રાધ્યાપક, ડૉ.નિધિ સિનિયર રેસિડેન્ટ, ડો પુર્ણા , રેસિડેન્ટ ડોક્ટર અને મેડિસિન વિભાગ અને બાળ રોગ વિભાગની ટીમ અને નર્સિંગ સ્ટાફ નું મહત્વનું યોગદાન રહ્યું હતું.
૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.