કોઠારીયા રોડ, આજી ચોકડી, માર્કેટીંગ યાર્ડ, રૈયાગામ, યુનિ.રોડ પરથી 304 પશુ પકડાયા - At This Time

કોઠારીયા રોડ, આજી ચોકડી, માર્કેટીંગ યાર્ડ, રૈયાગામ, યુનિ.રોડ પરથી 304 પશુ પકડાયા


મહાપાલિકાની એએનસીડી શાખા દ્વારા તા. ર0 થી ર9 દરમ્યાન જુદા જુદા વિસ્તારમાંથી વધુ 304 પશુ પકડીને ઢોર ડબ્બે મોકલવામાં આવ્યા છે. શહેરના માટેલ ચોક, સોલવન્ટ ક્વાર્ટર, કોઠારીયા રોડ, આજીડેમ, રણુજા મંદિર, શિવ હોટલ, ગોંડલ ચોકડી પૂલ નીચે રામનાથ ઈન્ડસ્ટ્રીઝ, ગુલાબનગર, શિવનગરમાંથી 30, રૈયાગામ, મનહરપૂર ગામ, ઘંટેશ્વર, વર્ધમાનનગર, પચ્ચીસ વારીયા, શાસ્ત્રીનગર, ધરમનગર ક્વાર્ટર, ગોપાલ ચોક પાસેથી 41, સર્વોદય ચોક, 80 ફૂટ રોડ, રેલનગર, પોપટપરા, 150 ફૂટ રીંગરોડ પરથી 11, પટેલ ચોક, તીરૂપતીપાર્ક, બાલજીપાર્ક, બાલમુકુંદ સોસાયટી, પ્રકાશ સોસાયટી પાસેથી 19, નાળોદા નગર, દેવપરા, અંબાજી કડવા પ્લોટ, વિનાયક નગર, નાલંદા, મીરાનગર પાસેથી 13, માર્કેટીંગ યાર્ડ, મંછાનગર, નરસિંહનગર, પેડક રોડ, સંતકબીર રોડ, રાજારામ સોસાયટી, મોરબી રોડ પરથી ર9 પશુ પકડાયા હતા.
આ ઉપરાંત મુરલીધર ચોક, લક્ષ્મીનગર નાલા, ચંદ્રેશનગર, શિવદ્રષ્ટિ સોસાયટી, માસૂમ સ્કૂલ પાસેથી 11, પંચાયત ચોક, મુંજકા ગામ, યુનિવર્સિટી રોડ, ભીડભંજન સોસાયટી પાસેથી ર6 અને જાગનાથ પ્લોટ, આજી જી.આઈ.ડી.સી., થોરાળા, કટારીયા ચોકડી પાસેથી 13 પશુ રસ્તે રખડતા પકડવામાં આવ્યા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.