બિલ્ડરે વોંકળા પર ગેરકાયદે દબાણ કર્યું હતું, હવે કબજો લેવાશે
સર્વેશ્વર ચોકના વોંકળામાં ગેસ ગળતર ન થાય તેમજ સફાઈ થાય તે માટે મેનહોલ સહિતની ડિઝાઈન સાથે સ્લેબ ભરાશે.
રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોંકળાના સ્લેબ તૂટી પડવાની ઘટના બની તે જ દિવસે તપાસ કરીને ઘટના બનવાનું કારણ સામે આપ્યું હતું. મનપા છેક સુધી એવું જ કહેતી હતી કે, જે જગ્યાએ બાંધકામ તૂટ્યું તે બિલ્ડરની માલિકીની જગ્યા છે પણ બીજા જ દિવસે કહ્યું હતું કે, જગ્યા મનપાની જ માલિકીની છે અને બિલ્ડરનું ગેરકાયદે દબાણ હતું. આ બંને મહત્ત્વના મુદ્દા આખરે તંત્રને સમજાયા છે અને સ્વીકાર કર્યો છે. આ મામલે સ્લેબ ભરવામાં ડિઝાઈન મગાવાઈ છે અને જગ્યાનો કબજો લેવાશે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.