હળવદ વિહિપ બજરંગદળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા શહેર ખાતે આવી પહોંચી - At This Time

હળવદ વિહિપ બજરંગદળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રા શહેર ખાતે આવી પહોંચી


હળવદ શહેર કેસરિયા રંગે રંગાઈ ગયું - જય શ્રી રામ ભારત માતા કી જય ના નારા થી શહેર ગુંજી ઉઠ્યું

આજરોજ હળવદ શહેર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયોજિત શોર્ય જાગરણ યાત્રા આવી પહોંચી હતી આ યાત્રા હળવદ શહેર ના સરા ચોકડી ખાતે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચતા ની સાથે જ હજારો સનાતની હિન્દુ માતાઓ બહેનો વડીલો યુવાનો એ ફૂલની પાંદડીઓ અને ઢોલ નગારા ડીજેના તાલે વધાવી અને ભારત માતાકી જય વંદે માતરમ ના નાદ સાથે યાત્રા નું ભવ્યાતિભવ્ય રીતે સ્વાગત કર્યું હતું આ યાત્રા હળવદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી આ યાત્રા હિન્દુ સનાતન સંસ્કૃતિને જીવંત રાખવા માટે જે જે બલિદાનએ પોતાના જીવની ચિંતા કર્યા વગર પોતાના શરીરનું બલિદાન આપી હિન્દુ ધર્મની રક્ષા કરી છે અને હિન્દુસ્તાન ભારત ઉપર આટલા આક્રમણો પછી પણ હિન્દુ સનાતન સંસ્કૃતિ આજે જીવંત છે અને દેશ અને દુનિયાને એક નવો રાહ ચિંધી રહી છે ત્યારે આવા અમર બલિદાનીઓ ની યાદમાં એમના શોર્ય ગાથા ઉજાગર કરવા માટે આ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ યાત્રા છોટાકાશી તરીકે વિશ્વવિખ્યાત હળવદ નગરમાં પ્રવેશ કરતા ની સાથે જ હળવદ શહેરના તમામ સમાજના તમામ જ્ઞાતિના તમામ વર્ગના લોકો એકત્રિત થઈ અને યાત્રાને વધાવી હતી આ યાત્રામાં હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ અને પ્રભુચરણ આશ્રમના મહંત શ્રી પ્રભુચરણદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહી હાજર સૌને આશીર્વાદ આપ્યા હતા સાથે સાથે હળવદના વેપારી અગ્રણીઓ સામાજિક ધાર્મિક શૈક્ષણિક અને રાજકીય આગેવાનો તથા બહોળી સંખ્યામાં સનાતન હિંદુ ભાઈઓ બહેનો માતાઓ વડીલો ઉમટી પડ્યા હતા અને આ યાત્રામાં કેસરિયા રંગે રંગાયા હતા આ યાત્રા હળવદ શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ પહોંચી હતી અને ભારત રત્ન ડૉ બાબા સાહેબ ને ફુલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી અને બાબાસાહેબ અમર રહો ના નારા લગાવ્યા હતા ત્યારે આમ જોવો તો આખું હળવદ શહેર કેસરિયા રંગે રંગાઈ ગયું હતું અને ભારત માતાકી જય , વંદે માતરમ , જય જય શ્રી રામ અને હર હર મહાદેવના નારાથી હળવદ શહેર ગુંજી ઉઠ્યું હતું આ યાત્રા આગામી બે દિવસ સુધી હળવદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરશે

આ યાત્રાને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડ ના તમામ કાર્યકર્તાઓએ ભારે જેમ ઉઠાવી હતી આ યાત્રા સફળ બનાવવા માટે મદદ કરનાર સૌનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકરોએ આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.