વડનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો
વડનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો
વડનગર ખાતે વડનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો તેમાં ૩૧૧૮ ના મેદાન રેલવે સ્ટેશન રોડ, હાટકેશ્વર મંદિર રોડ,મેડિકલ કોલેજ રોડ, કિર્તી તોરણ, ટાવર ચોક, અમથોળ , મેઈન બજાર,તનારીરી ,બુદ્ધ મોનેસ્ટ્રી પીઠોરી શમિષ્ઠા તળાવ આ વિસ્તારો સ્વચ્છતા શ્રમદાન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ ગાંધી જન્મજયંતી આવી રહી છે એટલે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા તા. ૧૫/૦૯/ ૨૦૨૩ થી ૧૫/૧૦/૨૦૨૩ સુધી સ્વચ્છતા શ્રમદાન ઉજવણી ના ભાગ રૂપે આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો તેમાં બહાર થી પધારેલા અધિકારીબ્રહ્મભટ્ટ , વડનગર નગર પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, મામલતદાર રોહિત ડી અધારા, વડનગર નગરપાલિકા ના કર્મચારી ગણ, વડનગર પૂર્વ નગરસેવકો,વડનગર નગરપાલિકા પૂર્વ પ્રમુખ સુનિલદત્ત મહેતા અને વડનગર પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશ શાહ, મહેસાણા જિલ્લા કોષાઅધ્યક્ષ કમલભાઈ પટેલ, વડનગર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી, રાષ્ટ્રીય યુવા કાર્યકર ધ્રુવ સિંધી. નહેરુ યુવા કેન્દ્ર,મહેસાણા.બ્લોક વડનગર અને આંગણવાડી સુપરવાઇઝર બહેન તથા તેમની આંગણવાડી કાર્યકર્તા બહેનો અને સફાઈકામદાર શ્રી આ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો હતો
આમ જોવા જઇએ તો સરકાર દ્વારા આ વા કાર્યક્રમો કરી ને સાફ સફાઇ નો સંદેશો એક જ દિવસ માટે કાર્યક્રમ યોજે છે. તો દરરોજ માટે સાફ સફાઈ થાય તો ધર, ઓફિસ, મહોલ્લો, શેરી ,બજાર ,ગામ તાલુકો, જિલ્લો, રાજય, દેશ , દરેક જગ્યાએ થી કચરો અને સાફ સફાઈ દરરોજ થાય તો સ્વસ્છતા હી સેવા, સ્વચ્છતા શ્રમદાન કર્યું કહેવાય
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.