શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે હાથમાં ઝાડુ લઈને સાફસફાઈ કરી
શહેરા
પંચમહાલ જીલ્લાના પાલીખંડા ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણી કરવામા આવી હતી. જેમા શહેરા તાલુકાના પાલીંખડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિરના પ્રાગણમાં અને લાભી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે હાથમાં ઝાડુ લઈને સાફસફાઈ કરી હતી. આ સફાઈ અભિયાનમાં મામલતદાર,પ્રાન્ત અધિકારી,જિલ્લા વિકાસ અધિકારી સહિત રાજકીય આગેવાનો જોડાયા હતા.
સ્વચ્છતા હી સેવના સંદેશ સાથે એક કલાક સાથે એક કલાક સ્વચ્છતા શ્રમદાન અંતગર્ત શહેરા તાલુકામા કાર્યક્રમ યોજાયો હતો,જેમા શહેરા તાલુકાના પાલીંખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવમાં મદિરના પ્રાગણમા સફાઈ અભિયાન કાર્યક્મ યોજાયો હતો. આ કાર્યક્મના મુખ્ય મહેમાન તરીકે શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા.તેમને મંદિરના પ્રાગણમા જાતે ઝાડુ લઈને સાફસફાઈ કરી હતી.આ સફાઈ અભિયાનમા શહેરા મામલતદાર, શહેરા પ્રાન્ત અધિકારી જીલ્લા વિકાસ અધિકારી સહિત નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ, તાલુકા પંચાયતના વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારબાદ તેમને શહેરા તાલુકાના લાભી ખાતે આવેલા પ્રાથમિક શાળા ખાતે જઈને આયોજીત કાર્યક્રમમા જોડાઈને સાફસફાઈ કરી હતી. આપ્રસંગે ગ્રામજનો સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ શહેરા
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.