લુણાવાડા હોટલ તેજા ખાતે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસની જિલ્લા કારોબારી યોજવામાં આવી - At This Time

લુણાવાડા હોટલ તેજા ખાતે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસની જિલ્લા કારોબારી યોજવામાં આવી


આજ રોજ તારીખ 01/10/2023 રવિવારના નાં રોજ મહીસાગર જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા કારોબારી યોજવામાં આવી જેમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ નાં પ્રમુખ હરપાલસિંહ ચૂડાસમા, ગુજરાત યુવક કોંગ્રેસ પ્રભારી રાજેશ સિન્હા, NSUI પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવી, મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ પટેલ, ખાનપુર તાલુકા સમિતિના પ્રમુખ પીકે ડામોર, મહીસાગર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ ચિરાગભાઈ વડવાઈ, લુણાવાડા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ ભાવેશભાઇ વાળંદ, મહીસાગર જિલ્લા કોંગ્રેસ કિસાન સેલનાં પ્રમુખ હર્ષદભાઈ પટેલ, લુણાવાડા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશભાઈ સાદિજા, રામાભાઈ વણકર, ભાનુભાઈ માછી, ભરતભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા, કમલભાઈ ખાંટ, વિનોદભાઈ ભોઈ, ફતેસિંહ મકવાણા, ફઝલભાઈ રસિદ, અદનાનભાઈ મુસા, ઈદરીશભાઈ સુરતી, સુફીયાનભાઈ શેખ, સફવાનભાઈ રસિદ, ન‌ઈમભાઈ શેખ, ઈરફાનભાઈ અરબ, જનમિત્ર મહંમદજાફર‌ અરબ, ખલીઉલ્લા રસિદ તેમજ મહીસાગર જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને મહીસાગર જિલ્લાના તમામ સેલનાં હોદ્દેદારો વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ કારોબારીનુ ઉદેશ્ય આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સાથે યુવાનોને જોડવાનું, દરેક તાલુકા, શહેર અને વોર્ડમાં નવી નિમણુંકો આપવી, જે કોંગ્રેસ પક્ષ સાથે કામ કરે છે એ કાર્યકર ને આગળ લાવવા સહકાર આપવો, જે હોદ્દેદારો પક્ષમાં નિષ્ક્રિય છે તેમને વિદાય આપી નવાં યુવાઓને મૌકો આપી તાલુકા, શહેર અને વોર્ડ લેવલે નવી બોડી બનાવવી, સોશિયલ મીડિયામાં કોંગ્રેસ પક્ષનું બહોળા પ્રમાણમાં પ્રચાર પ્રસાર નું આયોજન કરવું, કોંગ્રેસ પક્ષને પોતાની જાગીર સમાજનાર લોકોને મર્યાદામાં રહેવા સુચના આપવામાં આવી તેમજ મહીસાગર જિલ્લામાં કોંગ્રેસ પક્ષ સાથે વધુ મજબૂત બને તે માટે અથાગ પ્રયત્નો કરવા મહીસાગર જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત કારોબારી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યું.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.