અરવલ્લી જિલ્લામાં ‘એક તારીખ, એક કલાક’ના સૂત્ર સાથે “સ્વચ્છતા હિ સેવા” અંતર્ગત બેન્ક ઓફ બરોડા દ્વારા મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ હાથ ધરાઈ.
શ્રમદાનના કાર્યક્ર્મમાં સમગ્ર જિલ્લામાં વિવિધ જગ્યાઓએ સફાઈ અભિયાન હાથ ધરાયુ જેમાં અરવલ્લી જિલ્લામાં આવેલ બેન્ક ઓફ બરોડા
ની મોડાસા, મેઘરજ , માલપુર શાખાઓ ના મેનેજરશ્રી અને બેંકના અન્ય તમામ કર્મચારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું.
સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસને કેન્દ્રમાં રાખીને ઓક્ટોબર મહિનામાં 'સ્વચ્છતા હી સેવા' ના સૂત્ર સાથે પખવાડાની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે તા.૧ લી ઓક્ટોબર, ૨૦૨૩ ને રવિવારના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓ યોજાઈ હતી. જેના ભાગરુપે અરવલ્લી જિલ્લામાં આવેલ બેન્ક ઓફ બરોડાની વિવિઘ શાખાઓ દ્વારા સફાઈ અભિયાનમાં જોડાઇને શ્રમદાન કરવા અને પોતાના ઘર-ઓફિસ તથા જિલ્લાના તમામ ગામોને કાયમ માટે સ્વચ્છ રાખવા જન સમુદાયને અપીલ કરી હતી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.