નમુના લેતો ફૂડ વિભાગ : પારેવડી ચોક, કુવાડવા રોડના આઠ વેપારીઓને નોટીસ
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા જુદા જુદા વિસ્તારમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી સાથે ફરસાણ, લાડુ ઉપરાંત લાંબા સમયે ફરી નોનવેજના નમુના લેવામાં આવ્યા છે. યુનિ. રોડ પર મેરીટ કોમ્પ્લેક્ષમાં આવેલ લીસેન્જ ગ્રીલ નામની દુકાનમાંથી ચીકન મસાલાનો નમુનો લેવાયો હતો. કોઠારીયા રોડની ન્યુ સુર્યોદય સોસાયટી-5માં આવેલ શિવશકિત ગૃહ ઉદ્યોગમાંથી મોતીચુર લાડુ અને રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાસે આવેલ બાલાજી ફરસાણમાંથી તીખા ગાંઠીયાના સેમ્પલ લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
તંત્રએ ફૂડ સેફટી વાન સાથે શહેરના પારેવડી ચોક તથા કુવાડવા રોડ વિસ્તારમાં ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 26 ધંધાર્થીને ત્યાં 23 નમુનાની ચકાસણી કરી આઠ વેપારીને લાયસન્સ માટે નોટીસ આપી હતી. તેમાં (1)નટરાજ પાન (2)જોકર ગાંઠિયા (3)રાધે નાસ્તા હાઉસ (4)લક્ઝરીયસ કોલ્ડ્રિંક્સ (5)અમૃત ડેરી ફામ ર(6)ગાયત્રી મદ્રાસ કાફે (7)ધીરજ ફરસાણ સ્વીટ માર્ટ (8)હરી ઓમ દાળપકવાનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત (9)શ્રી ચામુંડા સ્વીટ ફરસાણ (10)ડાયમંડ શીંગ ફરસાણ (11) ખોડિયાર ફરસાણ માર્ટ (12) મહાલક્ષ્મી ડેરી ફાર્મ (13)ભેરૂનાથ આઇસ્ક્રીમ ગોલા (14)મહાદેવ કોલ્ડ્રિંક્સ (15)મોમાઈ કોલ્ડ્રિંક્સ (16)ઢોસા હાઉસ (17)એસ.એસ. ફૂડ મોલ (18)જોધપુરી નમકીન સ્વીટ (19)શિવશક્તિ રેસ્ટોરેન્ટ (20)મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (21)શક્તિ વિજય રેસ્ટોરેન્ટ (22)પટેલ વિહાર પરોઠા હાઉસ (23)કનૈયા રેસ્ટોરેન્ટ (24)અંબિકા રેસ્ટોરેન્ટ (25)ન્યુ સોરઠિયા રેસ્ટોરેન્ટ (26)સ્વાદ રસથાળ ફેમીલી રેસ્ટોરેન્ટમાં ચકાસણી કરવામાં આવી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.