એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ પ્રાણી દિવસ’ ની ઉજવણી કરશે. - At This Time

એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ પ્રાણી દિવસ’ ની ઉજવણી કરશે.


એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ પ્રાણી દિવસ' ની ઉજવણી કરશે.

શ્રેષ્ઠતમ જીવદયાપ્રેમીઓ, સંસ્થાઓ માટે 'પ્રાણી મિત્ર એવોર્ડ' અને.'જીવદયા એવોર્ડ' ની ઘોષણા કરાશે.
ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઈન્ડિયા દ્વારા સમગ્ર ભારતમાં જીવજંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ અંગે લોકજાગૃતિ કેળવાય તેમજ તેમનું કલ્યાણ થાય તેવા ઉમદા અને પવિત્ર આશયથી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. ભારત સરકારનું એનીમલ વેલફેર બોર્ડ ઈન્ડિયા દ્વારા ૦૪ ઓકટોબર–૨૦૨૩, બુધવારે, ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર, જનપથ, ન્યુ દિલ્હી ખાતે, 'વિશ્વ પ્રાણી દિવસ' નિમીતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર દિવસે જીવદયાનું ઉત્કૃષ્ટ કાર્ય કરતા સેવકો માટે  'પ્રાણી મિત્ર એવોર્ડ' અને 'જીવદયા એવોર્ડ' એવોર્ડસની ઘોષણા કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભારત સરકારનાં કેબીનેટ પશુપાલન મંત્રી પુરૂષોતમ રૂપાલાજી તથા રાજયકક્ષાના મંત્રી ડો. સંજીવ કુમાર બાલીયાન, ડો. એલ. મુરુગન ખાસ ઉપસ્થિત રહી પોતાનું માર્ગદર્શન આપશે.
કાર્યક્રમમાં શ્રી અલ્કા ઉપાધ્યાય (સેક્રેટરી ડી.એ.એચ.ડી.), ડો. અભીજીત મિત્રા (કમીશ્નર–એનીમલ હસ્બન્ડરી), ડો. ઓ.પી. ચૌધરી (ચેરમેન—એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા), ડો. એસ.કે. દતા (સેક્રેટરી), ગીરીશભાઈ શાહ (મેમ્બર—એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા), ડો. જયેશ પરીખ, પ્રો. આર.એસ. ચૌહાણ (મેમ્બર–એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા), શ્રીમતી મનીષા ટી. કારીયા (એડવોકેટ–સુપ્રિમ કોર્ટ) વિગેરે મહાનુભાવો 'વિશ્વ પ્રાણી દિવસ' નિમીતે પોતાનું માર્ગદર્શન આપશે.
આ કાર્યક્રમનો સમગ્ર દેશની રજીસ્ટર્ડ જીવદયા સંસ્થાઓ, પાંજરાપોળો, ગૌશાળાઓને લાભ લેવા એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયાનાં મેમ્બર ગીરીશભાઈ શાહ, મિતલ ખેતાણીએ અપીલ કરી છે.

રિપોર્ટ.નટવરલાલ. ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.