રૂપિયાની લેતીદેતી મામલે દેવીપુજક દંપતીની સગા ભાઈના ઘરમાં તોડફોડ
ઢેબર કોલોનીમાં રૂપિયાની લેતિદેતી મામલે દેવીપુજક દંપતીની સગા ભાઈના ઘરમાં તોડફોડ કરી ભત્રીજાને ધોકાથી બેફામ મારમારી રૂ।.17 હજારનું નુકશાન કર્યાની ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.બનાવ અંગે ઢેબર કોલોની પીડીએમ ફાટક પાસે મફતિયાપરામાં રહેતાં ભીમાભાઇ બાબુભાઇ સોલંકી (ઉ.વ.43) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાજુ બાબુ સોલંકી અને ગંગાબેનનું નામ આપી જણાવ્યું હતું કે, મારા સગાભાઇ રાજુભાઇ મારા ઘરથી નજીકમાં રહે છે.
ગઇ તા.26 ના હું મારા ઘરે હતો ત્યારે રાજુ મારા ઘરે આવેલ અને મારી પાસે રહેલા તેના રૂપીયા માંગવા લાગેલ જેથી તેને કહેલ કે, તારા રૂપીયા મારા ખાતામાં પડેલ છે હું તને કાલે બેંકમાંથી ઉપાડીને આપી દઇશ કહેતા તે ત્યાંથી જતો રહેલ હતો. બાદ ગઇકાલે મારા ઘરની બહાર તથા ઘરની અંદર પડેલ મારા બન્ને બાઇક તૂટેલ અને નુકશાન થયેલ હાલતમાં પડ્યા હતાં. જેથી મે મારા પુત્રને પુછતા તેણે જણાવેલ કે, બપોરના રાજુકાકા તથા ગંગાકાકી બંને ઘરે આવેલ હતા અને રૂપીયા બાબતે બોલાચાલી કરી
ધોકાથી રાજુકાકાએ ઘરની બહાર પડેલ બાઇકમાં પથ્થર મારી રૂ।.7 હજારનું નુકશાન કરેલ હતું. તેમજ તેઓએ ઘરમાં રહેલ અન્ય મોપેડને પણ પાડી દઈ રૂ।.સાત હજારની નુકશાની કરેલ છે. જેથી મે નુકશાન કરવાની ના પાડતા તેઓએ મને પણ ધોકો હાથમાં તથા પગમા મારી ઇજા કરી નાસી છૂટ્યા હતાં. દરમિયાન ફરિયાદીનો બીજો ભાઈ ત્યાં આવેલ અને તેને પણ જણાવેલ કે, આરોપી દંપતીએ તેમના ઘરમાં રહેલ ટીવીમાં પણ તોડફોડ કરી નુકશાની કરેલ છે. જેથી દંપતીએ ઘરમાં પ્રવેશ કરી મારામારી કરી તોડફોડ કરી રૂ।7 હજારની નુકશાની કરેલ હતી.બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એમ. એન.વસાવાએ તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.