પત્નીએ દાબેલી ખાવાની ના પાડતા મોચી પ્રૌઢનો આપઘાત
નવલનગર શેરી નં.9માં પત્નીએ દાબેલી ખાવાની ના પાડતા ચંદ્રકાંતભાઇ જેઠવા નામના મોચી પ્રૌઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ નવલનગર શેરી નં.9માં રહેતા ચંદ્રકાંતભાઇ ભીખાભાઇ જેઠવા (ઉ.વ.4પ) ગઇકાલે સાંજે પોતાની ઘરે રૂમમાં જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેઓ રૂમમાંથી મોડે સુધી બહાર ન આવતા પરિવારજનોએ દરવાજો ખખડાવતા અંદરથી કોઇ જવાબ ન મળતા બારીમાંથી તપાસ કરતા ચંદ્રકાંતભાઇ લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા. પરિવારે દરવાજો તોડી 108ને જાણ કરતા દોડી આવેલ 108ની ટીમે પ્રૌઢને તપાસી મૃત જાહેર કરેલ હતા.
બનાવ અંગે જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ કે.યુ.વાળા ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી બનાવનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું કે મૃતક મોચી કામ કરે છે અને સંતાનમાં બે પુત્રી, એક પુત્ર છે. ગઇકાલે તેઓ પરિવાર માટે બજારમાંથી દાબેલી નાસતા માટે લઇ આવેલ હતા.
તેમના સંતાનોએ દાબેલી ખાધી હતી. જયારે તેમના પત્નીએ દાબેલી ખાવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં ઉશકેરાઇને તેઓએ રૂમમાં જઇ અંતિમ પગલુ ભરી લીધુ હતું. બનાવથી પરિવારમાં આક્રંદ સાથે શોકનું મોજુ ફરી વળ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.