ધાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે જજૅરિત બ્રિજનું સમારકામ કરવા લોકમાંગ ઉઠી.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રગર જીલ્લાના વસ્તડીથી ચુડા ગામ તરફ જવાનો બ્રીજ ભાંગી પડતા રાજ્ય સરકાર દ્વારા તમામ જજૅરીત બ્રીજની તપાસ કામગીરી કરવા આદેશ આપી દેવાયા છે પરંતુ હજુ ક્યાંકને ક્યાંક તંત્ર પણ નિષ્ક્રિયતાથી મોટી દુર્ઘટના થાય તેવા સમયની રાહ જોતું હોવાનુ સાબિત થઇ રહ્યુ છે જેમા ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે છેલ્લા ત્રણેક વષૅથી જજૅરિત થયેલ બ્રીજનું સમારકામ હાથ ધરવા અનેક વખત રજુવાત કરાઇ છતા તંત્રના પેટનું પાણી હલતું નથી નારીચાણા ગામનો આ બ્રિજ નિમાઁણ થયાને વર્ષો વિતી ગયા છતા સરકારી ચોપડા સિવાય સ્થળ પર આ બ્રીજનું સમારકામ હાથ ધરાયુ નથી જ્યારે અહિ નારીચાણા ગામ સહિત રાવળીયાવદર અને અંકેવાળીયા ગામના રહિશોને ધ્રાંગધ્રા તરફ જવા માટેનો મુખ્ય માગૅ હોવાના લીધે આ બ્રિજ પરથી પસાર થવુ પડે છે જેને લઇ બ્રીજનુ સમારકામ કરવા માટે સ્થાનિકો દ્વારા અનેક વખત તંત્રને જાણ કરી છે પરંતુ તંત્રના અધિકારીઓ જાણે મોટી દુર્ઘટના સજાઁયા બાદ જ નિંદ્રામાંથી જાગે તેવી પરીસ્થિતી નજરે પડી રહી છે હાલમા આ જર્જરીત બ્રિજ પર લોખંડના સળીયા બહાર નિકળી ગયા છે અને બ્રીજની આવળદા લગભગ પુણૅ થઇ ચુકી હોવાનુ પણ અનુમાન ગ્રામજનો લગાવી રહ્યા છે પરંતુ સ્થાનિક તંત્રને આખે પાટા હોય તે માફક જજૅરિત હાલતમાં બ્રીજ નજરે પડતો નથી ત્યારે વસ્તડી ચુડા બ્રીજની માફક નારીચાણા બ્રીજ પણ ઘટના નોતરી રહ્યો છે જેથી આ પ્રકારની દુર્ઘટના ડર અનુભવતા ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે બ્રીજનુ સમારકામ થાય તેવી લોકમાંગ ઉઠાવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.