દસાડા તાલુકામાં મહિલા હોમગાર્ડ ભરતી કરવા કોંગ્રેસે ડેલીગેટની માંગ - At This Time

દસાડા તાલુકામાં મહિલા હોમગાર્ડ ભરતી કરવા કોંગ્રેસે ડેલીગેટની માંગ


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

દસાડા તાલુકામાં મહિલા આજે દરેક ક્ષેત્રમાં ફરજ બજાવી રહી છે જેમાં કલેક્ટરથી લઈ ક્લાર્ક સુધી તથા આઈપીએસ સુધી પણ મહિલાઓ પહોંચી છે ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને નાના નગરોમા કોઈ કારણોસર શિક્ષણ ન મેળવતા છૂટક મજૂરી તથા ખાનગી એકમોમાં નોકરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા હોય છે ત્યારે પાટડી સહિત દસાડા ગ્રામ્યની મહિલાઓ પણ 80 કી.મી.જેટલુ અંતર કાપી ખાનગી એકમોમાં જવા મજબૂર છે થોડા મહિના પહેલા ગ્રામ રક્ષક દળમાં દસાડા તાલુકામાં મહિલાઓને ભરતી કરાઈ હતી જેમાં અનેક જરૂરિયાતમંદ મહિલાને માનદસેવા આપી માનદવેતન મળતા રોજગારી મળી રહી છે પાટડી અને બજાણા યુનિટ ઉપરાંત ઝીંઝુવાડામા હોમગાર્ડ કાર્યરત છે પરંતુ અત્યાર સુધી એક પણ મહિલા હોમગાર્ડ સદસ્યની ભરતી કરવામાં ન આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ બાબતે કોંગ્રેસ ડેલિગેટ વિક્રમ રબારીએ જણાવ્યું હતું કે, એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે 33 % મહિલા અનામત લાગુ કરવા અને બીલ પસાર કરે છે અને છેવાડા તાલુકામા હોમગાર્ડ માનદ સેવામા મહિલાઓને સ્થાન અપાયુ નથી ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા પાટડી તથા બજાણા હોમગાર્ડ યુનિટમાં મહિલાઓને માનદસેવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાય તે માટે લાગતા વળગતા તંત્ર એ ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ હોમગાર્ડ દળમાં મહિલાઓને સ્થાન મળે તે માટે જરૂરી તમામ કાર્યવાહી કરીશું વધુમાં માહિતી મળી રહી છે કે, દસાડા તાલુકાના પાટડી અને બજાણા યુનિટમાં છેલ્લા ઘણા વર્ષોથી ભરતી પ્રક્રિયા યોજાઈ નથી સમય જતા વસ્તી વધારો થયો છે છતાં હોમગાર્ડ દળમાં સભ્યોની સંખ્યામાં વધારો કરાયો નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.