સિહોર ખાતે પાટીદાર સંવાદ યોજાયો ; જરૂર પડ્યે વિરાટ સ્વરૂપ બતાવજો સમાજની એકતા જરૂરી છે ; આગેવાનોનો એક સુર - At This Time

સિહોર ખાતે પાટીદાર સંવાદ યોજાયો ; જરૂર પડ્યે વિરાટ સ્વરૂપ બતાવજો સમાજની એકતા જરૂરી છે ; આગેવાનોનો એક સુર


સિહોર ખાતે પાટીદાર સંવાદ યોજાયો ; જરૂર પડ્યે વિરાટ સ્વરૂપ બતાવજો સમાજની એકતા જરૂરી છે ; આગેવાનોનો એક સુર

ભાવનગર અને બોટાદ જિલ્લાના આગેવાનો સિહોર ખાતે એકઠા થયા, સમાજના ઉથ્થાન માટે સંવાદ કાર્યક્રમ હેઠળ મળેલી બેઠકમાં સમાજના આગેવાનો એક સુર, જરૂર પડ્યે વિરાટ સ્વરૂપ બતાવજો, અનેક મુદ્દાઓને લઈ સમાજના લોકોને માહિતગાર કરાયા

સિહોર ખાતે ભાવનગર-બોટાદ જિલ્લા 'પાટીદાર સેવા સમાજ' દ્વારા ભવ્ય 'પાટીદાર સંવાદ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના આગેવાનોએ એક સુરમાં કહ્યું હતું કે વિવાદમાં પડ્યા વિના જ્યારે જરૂર પડે ત્યારે સમાજનું વિરાટ સ્વરૂપ બતાવવાની તૈયારી રાખજો અને તે માટે સમાજમાં એકતા જરૂરી છે.. સંગઠન અને એકતા હશે તો માન સન્માન મળશે, માટે સમાજે જરુર પડે એકતા બતાવવા પાછી પાની ન કરવી જોઈએ. દરેક સમાજનું સામાજિક ધોરણે એક સ્થાન છે, જ્ઞાતિ ભાવના, જ્ઞાતિ પ્રેમ દરેક સમાજને હોય જ, તો જ સમાજ એક ઉત્તમ સ્થાન પર સાથે મળીને પહોંચી શકે છે. ત્યારે આવો જ એક જ્ઞાતિભાવ વાળો સમાજ છે આપણા ગુજરાતનો પાટીદાર સમાજ.. જે છેલ્લા કેટલાક વર્ષોથી બહોળી પ્રગતિના પંથે છે, આ સમાજ એક તાંતણે બંધાય તે માટેના પ્રયત્નો હંમેશાથી થતા રહ્યા છે, હાલમાં પણ કોઈને કોઈ રીતે અલગ અલગ મંચો પરથી પાટીદાર સમાજને એકતાના તાંતણે બાંધવાના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે આવા પ્રયત્નનાં ભાગરૂપે એક કાર્યક્રમ આપણા સિહોરમાં થયો હતો, જેમાં પાટીદાર સમાજને લગતા વિવિધ સામાજિક, આર્થિક, ન્યાયિક મુદ્દાઓને લઈને વિશેષ ચર્ચા સંવાદ થયો હતો, સમાજની સુરક્ષા, સમાજની વ્યવસ્થા, સમાજનું જીવન ધોરણ... આમ તમામ મુદ્દે વિવિધ ઉપસ્થિત વિદ્વાનો અને વડીલો દ્વારા સંવાદ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવનગર અને બોટાદ જિલ્લાનાં જ્ઞાતિજનો, ભાઈઓ-બહેનો, વડીલો-યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ રીતે સમાજ શૈક્ષણિક રીતે આગળ વધે અને આધુનિક જીવનમાં પોતાનું મૂળ સાથે રાખીને નવા ફુલ ખોલવે તે બાબતે ચર્ચાઓ થઈ હતી. સિહોરમાં યોજાયેલ 'પાટીદાર સંવાદ' ના મુદ્દાઓ બહોળી વિચારસરણી રાખીને જોઈએ તો દરેક સમાજ માટે ખૂબ અગત્યના છે, ત્યારે આ કાર્યક્રમ થકી પાટીદાર સમાજ તો ખરી જ પણ આ સાથે સાથે સમગ્ર સમાજ ધાર્મિક, સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે ઉતરોતર પ્રગતિ કરતો રહે તેવી આશા સેવીએ.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.