નાના વડદલા ગામે આજે ડી.જે સાથે વરઘોડો કાઢી અને ગણેશ વિસર્જ - At This Time

નાના વડદલા ગામે આજે ડી.જે સાથે વરઘોડો કાઢી અને ગણેશ વિસર્જ


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાનાવડદલા ગામે આજે ડી.જેના તાલે ગણેશજીનુ વિસર્જનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આજે ગણપતિ વિસર્જનમાં ભારે ભકતોની ભીડ જોવા મલી હતી.જયારે ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતાના ઘરોમાં ગણેશજીની પ્રતિમાનું વિધિ વિધાનથી સ્થાપન કરે છે.અને ત્યારબાદ ગણેશજીનુ વિસર્જન કરવામાં આવે છે. ગણપતિ બાપાની વિસર્જનમાં ભક્તો ભારે ભીડ સાથે અને ડીજેના તાલ સાથે બાપાનુ વિસર્જન કરવામાં આવ્યુ હતુ.ભકતોમા પણ‌ આનંદ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.જયારે ભકતો અબીલ ગુલાલની છોળો ઉડાડી અને ડી.જે તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.ગણપતિ બાપા મોર્યો અને ઘી મા લાડુ ચોરીયા તેવા ભક્તિભાવના નારાઓ સાથે ભકતો દ્વારા ગણપતિજીનુ વિસર્જન કરવામાં આવ્યુ હતુ.જયારે નાના વડદલા ‌ગામથી સેમારાના મુવાડા રામદેવ મંદિર, મોટાવડદલા વગેરે ગામડાઓમાં ડી.જે‌ સાથે વરઘોડો કાઢી અને મહીંસાગર નદીમાં ગણેશ વિસર્જન કરવામાં આવેલ હતું


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.