વિસાવદર નગરપાલિકાની ચૂંટણી પહેલાં કરેલા કામોનું સરવૈયું જાહેર થશે
વિસાવદર નગરપાલિકાની ચૂંટણી પહેલાં કરેલા કામોનું સરવૈયું જાહેર થશે
આગામી દિવસોમાં જયારે ચૂંટણીના બ્યુગલો ફૂકાઈ રહ્યા છે.ત્યારે નો રીપીટ થીયરીની વાતો કરતા પક્ષમાં હું નહીં તો મારૂં ઘરવાડુ લડશે એવા કેટલાક લોકો બણગાં ફૂંકી રહ્યા છે.ત્યારે સ્થાનિક લોકો એમ વિચારે સતા પર ચીટકીને રહેતા આ ચ્યૂગમ ગમ સમા લોકોનો આ પંચવર્ષીય હિસાબ આ વખતે લેવાનો છે.પોતાના વિસ્તારમાં પોતાની શેરીઓમાં પાકા રસ્તાઓ મઢી લીધાં છે અને બીજાના ઘર આગળ ખાડાઓ તરફ બેધ્યાન રહેલા કોર્પોરેટરના ચોપાનિયાં સાથે તે જ વિસ્તારમાં મોટા મોટા બેનર લગાવી અને લાખોના ગોટાળાઓ પર્દાફાશ કરવામાં આવશે જેથી જનતાને ખબર પડે કે આ કટકીબાજોએ પ્રજાના રૂપિયા ઘરભેગા કર્યા સિવાય બીજું કાંઈ કામ નથી કર્યું.કેટલાક વિસ્તારોમાં રોડની લંબાઈ અને પહોળાઈ તેની મૂળભૂત લંબાઇ-પહોળાઈ કરતા ખૂબ વધારે બતાવી મોટા મોટા કૌભાંડો આચર્યા છે.જેની સાબિતી સાથેના દસ્તાવેજો ટુંક સમયમાં છડે ચોંકે પ્રસિદ્ધ કરવામાં આવશે.બેનર અને ચોપાનિયાં દ્વારા લોકોને જાણ કરવામાં આવશે કે લોકશાહીમાં આવા ભ્રષ્ટાચારી રાવણોના દહન માટે ચૂંટણી જ વિજયાદસમી સમયે આવી છે.ભ્રષ્ટાચાર મુક્ત વિસાવદર માટે આ લડાઇ હવે શરૂ થયેલ છે.જેમા આગામી દિવસોમાં સ્વચ્છ અને શિક્ષિત ઉમેદવારો જનસરકાર મોરચા દ્વારા આ ચૂંટણી લડશે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.