ભાજપ હોય કે કોંગ્રેસ લાઠી વિધાનસભા ૭૫ વર્ષ ના પ્રતિનિધિત્વ માં ખોડીદાસભાઈ ઠક્કર સિવાય આવ ભાઈ હરખા આપણે બેવું ભાઈ સરખા.
ભાજપ હોય કે કોંગ્રેસ
લાઠી વિધાનસભા ૭૫ વર્ષ ના પ્રતિનિધિત્વ માં ખોડીદાસભાઈ ઠક્કર સિવાય
આવ ભાઈ હરખા આપણે બેવું ભાઈ સરખા
લાઠી તાલુકા નું આઝાદી થી અત્યાર સુધી ૧.થી ૧૪ મી વિધાનસભા નું પ્રતિનિધિત્વ કરનાર ક્યાં નેતા શુ અપાવી શક્યા રૂટિગ ગ્રાન્ટ માંથી બાંકડા પિકઅપ બસ સ્ટેન્ડ ના છાપરા સિવાય ? આઝાદી ના આગમન પછી સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ લીલીયા તાલુકો ગોહિલવાડ નો અંગરૂપ ગણાતો ૧૯૫૨ ની પ્રથમ ચૂંટણી ટર્મ માં પહેલા લીલીયા ને અમરેલી માં ભેળવી લાઠી લીલીયા મત વિસ્તાર તરીકે વિધાનસભા નો મત વિસ્તાર બનાવ્યો પ્રથમ વિધાનસભા માં લીલીયા ગારીયાધાર ઉપર થી ખેડુતસંધ ના ઉમેદવાર પ્રતિનિધિ તરીકે ખેડૂત મોહનભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા લાઠી લીલીયા ના બીજી વિધાનસભા માં પ્રતિનિધિ તરીકે ૧૯૫૭ ની વિધાનસભા માં ડો હરિપ્રસાદ ભટ્ટ ૧૯૬૨ ત્રીજી વિધાનસભા સુમિત્રાબેન હરિપ્રસાદ ભટ્ટ ચોથી વિધાનસભા માં ધારાસભ્ય ૧૯૬૭ ની વિધાનસભા નું પ્રતિનિધિત્વ ગોકળદાસભાઇ પટેલે કર્યું ૧૯૭૨ માં પાંચમી વિધાન ભીગરાડ ના માણેકભાઈ ભાદાણી ૧૯૭૭ માં છઠ્ઠી સાતમી વિધાનસભા ખોડીદાસભાઈ ઠક્કર કોંગ્રેસ ૧૯૮૫ પછી આઠ મી વિધાનસભા ઠાકરશીભાઈ મેતલીયા મતિરાળા જનતાદળ નવમી દસમી વિધાનસભા માં ૧૯૯૦ માં શેખપીપરિયા બેચરભાઈ ભાદાણી ભાજપ પછી અગિયારમી વિધાનસભા માં હનુભાઈ ધોરાજીયા હથિગઢ ભાજપ બારમી વિધાનસભા બાવકુભાઈ ઉઘાડ તેરમી વિધાનસભા ભાજપ-કોંગ્રેસ પેટાચૂંટણી વિરજીભાઈ ઠુંમર કોંગ્રેસ પછી લીલીયા સાવરકુંડલા સાથે સીમાંકન થતા લાઠી બાબરા થયું ચૌદમી વિધાનસભા સુધી માં અમુક નેતા ઓએ બે ટર્મ થી ત્રણ ટર્મ સુધી પ્રતિનિધિત્વ કર્યું અત્યારે વિધાનસભા માં. ભાજપ ના જનકભાઈ તળાવીયા પ્રતિનિધિત્વ કરે છે આઝાદી ના અમૃતકાળ સુધી પહોંચતા સુધી માં લાઠી તાલુકા ને ધારાસભ્ય ની દુદરેશી એ ખોડીદાસ ઠક્કર સિવાય કોઈ મોટી બજેટ જોગવાઈ વાળી યોજના કે કદાવર પમ્પીગ સિંચાઈ કે ઉદ્યોગ અપાવી શક્યું નથી કોંગ્રેસ ના પ્રમાણિક છબી ધરાવતા સ્વ ખોડીદાસભાઈ ઠક્કર ના પ્રતિનિધિત્વ દરમ્યાન બેડા યુદ્ધ આથી મુક્તિ આપતી કાળુભાર પાણી પુરવઠા અને સાવરકુંડલા ભાવનગર હાઇવે નું પ્રાધીકરણ નો યશ ઉપરાંત એસ ટી ડી પી સી ઓ લાઈનો મળી હતી આ વિસ્તાર ના શહેરી કે ગ્રામ્ય વિસ્તરો ના રસ્તા ઓના નવીનીકરણ નો શ્રેય પણ કોંગ્રેસ તત્કાલીન ધારાસભ્ય ઠુંમર ને આપી શકાય બાકી રૂટિગ ગ્રાન્ટ સિવાય વિશેષ બુનિયાદી સુવિધા નથી મળી શકી તે સૌથી દુઃખ ની વાત છે સૌથી વધુ પછાત ગણાતા લાઠી લીલીયા કે હવે બાબરા સાથે ગણી એ તો પણ કોઈ મોટા ઉદ્યોગ પરિવહન કૃષિ સિંચાઈ વાણિજ્ય શેક્ષણિક જેવા ક્ષેત્રે અવિકસિત લાઠી તાલુકા માટે ખાસ મોટો બજેટ જોગવાઈ વાળી યોજના ની આવશ્યકતા છે ખૂબ મોટા પ્રમાણ માં માઇગ્રેશન હિજરત થતા ગામડા ભાંગી રહ્યા છે ત્યારે લાઠી તાલુકા ના કોઈ મોટી ચિસાઈ કોલેજ કે કદાવર ઉદ્યોગ મળે તો આ તાલુકા માં રોજગારી ની તકો ઉભી થાય અને ગામડા ભાંગતા અટકી શકે ૧થી ૧૪ મી વિધાનસભા ના પ્રતિનિધિત્વ ની ટર્મ દરમ્યાન બાંકડા પિકઅપ બસ સ્ટેન્ડ છાપરી ઓ સિવાય શુ મળ્યું ? જરૂર છે મોટા ઉદ્યોગ એકમો ની હજારો હાથ ને હુન્નર કૌશલ્ય ને કામ મળે તો આર્થિક ઉન્નત થશે આર્થિક ઉન્નતિ થશે તો બધી સુવિધા ઓ વધશે રોજગારી ઓના તકો ઉભી થશે
નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.