રાજકોટમાં વૃદ્ધા રોડ પર આવી ગયા, 4 દિવસથી રડતા, કોઈ પૂછે તો કાંઈ બોલતા નહીં, 181 ટીમે પુત્રને કાયદાનું જ્ઞાન આપતા અક્કલ ઠેકાણે આવી - At This Time

રાજકોટમાં વૃદ્ધા રોડ પર આવી ગયા, 4 દિવસથી રડતા, કોઈ પૂછે તો કાંઈ બોલતા નહીં, 181 ટીમે પુત્રને કાયદાનું જ્ઞાન આપતા અક્કલ ઠેકાણે આવી


આધુનિક યુગમાં જમીન-મકાન અને રૂપિયા માટે થઈને બાળકો માતા-પિતાને કાઢી મૂકતા હોવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આવી જ એક વધુ ઘટના સામે આવી હતી. જેમાં પુત્ર-પુત્રવધૂએ જમીન પચાવી લઈ વૃદ્ધાને કાઢી મૂક્યા હતા. જોકે, ચાર દિવસથી રોડ પર આવી ગયેલા વૃદ્ધા રડતા હતા, કોઈ પૂછે તો કાંઈ બોલતા નહીં, બાદમાં રખડતા વૃદ્ધાનું અભયમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું અને પુત્રને કાયદાનું જ્ઞાન આપતા તેની અક્કલ ઠેકાણે આવી હતી અને માતા સાથે રાખવા રાજી થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.