ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચેકડેમનું ખાતમુહૂર્ત
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચેકડેમનું ખાતમુહૂર્ત
રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચેકડેમનું ખાતમુહૂર્ત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વચ્ચે બંને ગેટથી આવતા રસ્તાના સર્કલથી મુંજકા વાળા રોડની ડાબી બાજુ ચેકડેમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. તે ચેકડેમને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૦૦% લોકભાગીદારીથી સાફ-સફાઇ અને ઊંડો કરી વધારેમાં વધારે પાણી સંગહ કરવામાં આવશે. તેની સાથે સાથે આ ચેકડેમને બ્યુટીફુલ બનાવવા માટે ફરતે માટીનો પાળો પર બ્લોક કરવા, ફરતે વોકિંગ ટ્રેક થાય, વૃક્ષા રોપણ કરવું, સ્ટ્રીટ લાઇટ, ડેમની ફરતે ગ્રીલની વ્યવસ્થા થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ગીરગંગા પરિવારના પ્રમુખશ્રી દિલીપભાઇ સખિયા, દિનેશભાઇ પટેલ(પ્રકૃતિ-પ્રેમી), જમનભાઈ પટેલ, રમેશભાઇ ઠક્કર, વિઠ્ઠલભાઈ બાલધા, લક્ષ્મણભાઇ શીંગાળા, રતીભાઈ ઠુંમર, સંજયવાટિકા સોસાયટીના પ્રમુખશ્રી, જિતેન્દ્રભાઈ પટેલ, બાબુભાઇ, પૂંજાભાઈ સબેલિયા, મુકેશભાઇ ગોસાઇ, રાજેશભાઇ ભટ્ટ, એન.આર.કુકડીયા, દેવ ત્રિવેદી, દિલાવરસિંહ જાડેજા, ડૉ. હંસુભાઈ જાની, ઇંદુભાઈ ઝાલા, જય ઓમ દવે, કનકસિંહ ઝાલા, કુમારસિંહ ઝાલા, રામભાઇ ઓડેદરા, સ્મિતભાઈ ખીરા, ચંદુભાઈ આહીર, કુમારસિંહ જાડેજા, મનુભાઈ, મનિષભાઈ માયાણી, અશોકભાઇ મોલીયા, સંજયવાટિકા સોસાયટી, પ્રશીલ પાર્ક સોસાયટી તેમજ આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોકભાગીદારીથી સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧૦૦૦ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.