વાયબ્રન્ટ.સમિટ..વચનેષુ કી.દરિદ્રતા.વચન ની.લ્હાણી.બેફામ.તેમાં.શું.ગરીબી. મેમોરેન્ડમ.ઓફ. અંડરસ્ટેકિગ યાને.mou.
વાયબ્રન્ટ.સમિટ..વચનેષુ કી.દરિદ્રતા.વચન ની.લ્હાણી.બેફામ.તેમાં.શું.ગરીબી.
મેમોરેન્ડમ.ઓફ. અંડરસ્ટેકિગ યાને.mou..
વાયબ્રન્ટ. સમિટ ખાધું.પીધું.ને.રાજ.કર્યું બોલનાર.ગપ્પા.મારે.ને.સાંભળનાર.ફુલાઈ.જાય વખાણ.માટે.યોજાતા.વાયબ્રન્ટ..વર્ષ.૨૦૧૧ માતો.mou.ના.દોઢ.ટકો.રોકાણ.થયું.એટલે.વાયબન્ટ.સમિટ.૨૦૧૩. થી.બંધ.કરાય.હતી
વાયબ્રન્ટ ગુજરાતની પરિષદો ગુજરાતમાં સરકારે ખૂબ ધમપછાડા સાથે યોજી, તેમાં દેશી-વિદેશી રોકાણકારો આવ્યા. તેઓ મોદી સરકારના મહેમાન બન્યા.અહો રૂપમ્, અહો ધ્વનિ. સૌએ સામસામા વખાણ કર્યાં. એ પછી જયારે મૂડીરોકાણની વાત આવી ત્યારે ગુજરાતમાં આવીને મોદી સરકારનાં વખાણ કરનારા ઉદ્યોગપતિઓ પાણીમાં બેસી ગયા! આંકડાઓ એમ કહે છે કે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટેના અને ગુજરાત સમૃદ્ધ થયું છે એવા જે દાવાઓ કરવામાં આવે છે તે તદ્દન વાહિયાત છે, બકવાસ છે, બૂમબરાડા સિવાય કશું જ નથી!
વિકાસને માપવાનો એક મહત્ત્વનો માપદંડ માથાદીઠ આવકમાં થતો વધારો છે. રાજ્યની કુલ આવકને જો રાજ્યની કુલ વસતિ વડે ભાગી નાખવામાં આવે તો માથાદીઠ આવક મળે તેનો. તાળો. મળતો.નથી
પણ, અગત્યનો મુદ્દો એ છે કે ૧૯૯૨-૨૦૦૧ના ગાળા દરમિયાન માથાદીઠ આવકની બાબતમાં ગુજરાતનો જે ૫.૭૫ ટકાનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર હતો તે એ સમયે પણ દેશનાં તમામ રાજ્યો કરતાં વધારે જ હતો. એટલે મોદીના શાસનકાળ દરમિયાન જ એ દેશમાં સૌથી વધારે થયો એવું નથી. એ અર્થમાં જોઈએ તો નરેન્દ્ર મોદીએ કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી જ નથી. ગુજરાતે જે સિદ્ધિ અગાઉ પ્રાપ્ત કરી જ હતી તે તેમણે ટકાવી રાખી છે એટલું જ. આમ છતાં ગુજરાતમાં વિકાસ તેમણે જ કર્યો છે એવાં બણગાં ફૂંકવામાં આવે છે.
હવે પ્રશ્ન એ આવે છે કે આ બંને ગાળા દરમિયાન દેશનાં અન્ય રાજ્યોમાં શું થયું છે? બિહારમાં ૧૯૯૨-૨૦૦૧ દરમિયાન માથાદીઠ આવક વધી નહોતી પણ બે ટકાના દરે ઘટી હતી. જ્યારે ૨૦૦૨-૨૦૧૧ દરમિયાન બિહારમાં માથાદીઠ આવક આશરે ૭.૭૫ ટકાના દરે વધી. એટલે કે તફાવત ૯.૭૫ ટકાનો થયો! મહારાષ્ટ્રમાં તે સરેરાશ વાર્ષિક ટકાના દરે પ્રથમ ગાળામાં વધી હતી અને પછીના સમયગાળામાં તે ૮.૧૦ ટકાના દરે વધી હતી એટલે કે તફાવત ૪.૧૦ ટકાનો થતો. કેરળમાં તે લગભગ ૫ ટકાના દરે વધી, એટલે વૃદ્ધિ
દરે ૫.૭પ ટકાથી વધીને ૮.૫૦ ટકા થયો, એટલે તફાવત ૨.૭૫ ટકાનો જ થયો. આનો સ્પષ્ટ અર્થ એ છે કે, ગુજરાતે ૨૦૦૨-૧૧ દરમિયાન એટલી ઝડપથી વિકાસ નથી કર્યો કે જેટલી ઝડપથી અન્ય રાજયોએ કર્યો છે. એટલે નરેન્દ્ર મોદી અને એમની સરકાર એમણે જ ગુજરાતનો વિકાસ કર્યો એવો જે દાવો કરે છે એ ખોટો છે. એટલું
જ નહીં બીજાં રાજ્યો કરતાં ગુજરાતનો વિકાસ વધારે થયો છે એવો દાવો પણ ખોટો છે. એટલે ગુજરાત કંઈ વિકાસનું મોડેલ નવી જ રીતે રજૂ કરે છે એવું છે જ નહીં. આ તો એ બોલનારા ગપ્પાં મારે છે અને સાંભળનારા ફુલાય છે અને નરેન્દ્ર મોદી પર ખોટી આશાઓ બાંધે છે.
માથાદીઠ આવકમાં વધારો એ વિકાસનો પરંપરાગત માપદંડ છે. માનવ વિકાસ અને ચિરંતન વિકાસ એ વિકાસના નવા અને વૈકલ્પિક માપદંડો છે. પણ ગુજરાત પરંપરાગત વિકાસના માપદંડમાં પણ કોઈ મોડેલ પૂરું પાડે છે એવું છે જ નહીં!
વિકાસ કરવા માટે મૂડીરોકાણ અનિવાર્ય છે. દુનિયાભરમાં પરંપરાગત વિકાસમાં માનનારા અર્થશાસ્ત્રીઓએ વિકાસ માટે મૂડીરોકાણ ઉપર જ ભાર મૂક્યો છે અને તે માટે જાતજાતનાં મોડેલ આપ્યાં છે. એમાંના ઘણા અર્થશાસ્ત્રીઓને પછી અર્થશાસ્ત્રનું નોબેલ ઇનામ પણ મળ્યું છે. એટલે મૂડીરોકાણની બાબતમાં મોદીના શાસનકાળ દરમિયાન ગુજરાતની શી સ્થિતિ ઊભી થઈ છે તે તપાસવાનું જરૂરી બને છે.
નરેન્દ્ર મોદીની સરકાર મૂડીરોકાણને પ્રોત્સાહન આપનારી રહી છે એવો દાવો કરવામાં આવે છે. મૂડીરોકાણને આકર્ષવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાત સરકારે ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૦૭, ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૩માં ‘વાયબ્રન્ટ ગુજરાત'ની પરિષદો બોલાવી અને કરોડો રૂપિયાનું મૂડીરોકાણ થશે એમ જણાવતા એમઓયુ કર્યા હતા. એ પરિષદોની. સફળતા પણ અત્યંત નબળી છે એ એક હકીકત છે. ૨૦૧૧ની વાયબ્રન્ટ ગુજરાતની પરિષદ સમયે આશરે ૨૦ લાખ કરોડ રૂ.ના એમઓયુ થયા હતા. પણ તેમાંથી માત્ર સવા ટકાનું જ મૂડીરોકાણ થયું હતું! બહુ ટીકાઓ થવા માંડી એટલે નરેન્દ્ર મોદીએ ૨૦૧૩ની વાયબ્રન્ટ ગુજરાતની પરિષદમાં એમઓયુ કરવાનું જ બંધ કરી દીધું!
હવે વિદેશી મૂડીરોકાણની વાત કરીએ. નરેન્દ્ર મોદી ચીન, જાપાન, સ્વિત્ઝર્લેન્ડ વગેરે દેશોની મુલાકાતે જઈ આવ્યા. ત્યાં તેઓ વિદેશી રોકાણ ગુજરાતમાં આવે તે માટે ગયા હતા. હવે હકીકતો તપાસીએ. ૨૦૦૮થી જુલાઈ-૨૦૧૩ સુધીમાં ગુજરાતમાં ૪૦,૪૬૯ કરોડ રૂ.નું સીધું વિદેશી મૂડીરોકાણ આવ્યું છે. સમગ્ર ભારતમાં જે વિદેશી મૂડીરોકાણ થયું તેના તે માત્ર ૪ ટકા જેટલું જ છે. એ કોઈ સિદ્ધ જ નથી, ખરેખર તો એ સાવ જ નાલેશીભરી બાબત છે.
બીજી તરફ મહારાષ્ટ્રમાં ગુજરાત કરતાં આઠ ગણું વધારે અને દિલ્હીમાં ગુજરાત કરતાં ચાર ગણું વધારે સીધું વિદેશી મૂડીરોકાણ આ જ ગાળા દરમિયાન થયું છે. મૂડીરોકાણથી જ આવક, ઉત્પાદન વધે છે એ રીતે જોતાં ગુજરાત કરતાં અન્ય રાજયોમાં વધુ મૂડીરોકાણ થાય તો ત્યાં ઉત્પાદન અને આવક બંને વધે એ સ્વાભાવિક છે.
વળી, ભારતમાં જે કુલ મૂડીરોકાણ થાય છે તેમાં ગુજરાતનો ફાળો વધ્યો નથી પણ ઘટ્યો છે. દા.ત. ૧૯૯૬માં દેશના કુલ મૂડીરોકાણમાં ગુજરાતનો ફાળો લગભગ ૧૪, ૧૦ ટકા જેટલો હતો, ૨૦૦૧માં તે ૯ ટકાથી સહેજ વધ્યો હતો, જયારે ૨૦૧૩માં તે ૭ ટકા થઈ ગયો છે. અહીં તમામ પ્રકારનાં મૂડીરોકાણનો સમાવેશ થયો છે કે, જેમાં વિવિધ પ્રોજેક્ટ્સનો અમલ થયો છે.
આ સંદર્ભમાં મહારાષ્ટ્રમાં જે મૂડીરોકાણના પ્રોજેક્ટ્સનો અમલ થયો છે. ગુજરાત કરતાં ઘણો વધારે છે. મહારાષ્ટ્રમાં ૧૯૯૫માં દેશના કુલ મૂડીરોકાણામાંથી લગ ૧૧ ટકાનો અમલ થયો હતો. ૨૦૦૨ ૦૩માં તો તેનું પ્રમાણ ૧૭ ટકા જેટલું છે એ મહારાષ્ટ્ર ગુજરાત કરતાં ઘણું આગળ હતું.
બીજી રીતે જોઈએ તો, દેશમાં અમલમાં મુકાયેલા મૂડીરોકાણની પ્ર ૨૦૦૧ પછી ગુજરાત મહારાષ્ટ્ર કરતાં સતત પાછળ જ રહ્યું છે અને ઘણું પાછળ છે. સાવ સામાન્ય તફાવતથી પાછળ નથી રહ્યું એટલે ગુજરાત મૂડીરોકાણને આકર્ષવામાં આગળ રહ્યું છે એવો દાવો ખોટો છે, તે બહુ મોટા પ્રમાણમાં મૂડીરોકાણને આકર્ષી મ એવો દાવો પણ ખોટો છે. મૂડીરોકાણ એ આર્થિક વિકાસનો મોટો માપદંડ છે અને ગુજરાતે નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન કોઈ મોટી સફળતા પ્રાપ્ત કરી નથી. હકીકત છે.
સીધા વિદેશી મૂડીરોકાણની બાબતમાં તો ગુજરાત તામિલનાડુ અને કર્ણાટક પણ પાછળ છે અને આંધ્ર પ્રદેશથી સહેજ જ આગળ છે. આ દૃષ્ટિએ જોઈએ તો મ ગુજરાતની પરિષદો મૂડીરોકાણને આકર્ષવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે, એમ જ કહેવ ઉદ્યોગપતિઓ આવ્યા, ખાધું-પીધું અને મોદીનાં ગુણગાન ગાયાં અને જતા રહ્યા. એના. થી ગુજરાતને કશો ફાયદો થયો નહીં. એટલે એમ પણ કહી શકાય કે ગુજરાતમાં મોદી સરકારે વાયબ્રન્ટ ગુજરાત પરિષદો ના યોજી હોત તો પણ જેટલું મૂડીરોકાણ ગુજરાતમાં તેટલું જ થયું હોત, સહેજે ઓછું નહીં. સચ્ચાઈ.ગુજરાત.કી. હેમંતશાહ. સોજન્ય
નટવરલાલ. ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.