મોટી મૂર્તિ આજી ડેમની ખીણ 3માં પધરાવાશે, નાની મૂર્તિ માટે 4 ફૂટનો ખાડો તૈયાર કરાયો
સવારથી સાંજના 7.00 કલાક સુધી વિસર્જિત કરી શકાશે,100 થી વધુ ફાયર અને પોલીસનો સ્ટાફ તૈનાત
10-10 દિવસ સુધી ગણેશ વંદના કર્યા બાદ ભક્તો બાપાને કાલે ભારે હૈયે વિદાય આપશે. કાલે સવારે 8 કલાકેથી જ ગણેશ વિસર્જન યાત્રા શરૂ થઇ જશે. શહેરના પંડાલોમાં પૂજા-પાઠ કરી વિસર્જન યાત્રા શરૂ થશે. કુલ 8 સ્થળોએ વિસર્જન કરી શકાશે. જેમાં સૌથી મોટી મૂર્તિ આજી ડેમની ખીણ 3 માં પધરાવી શકાશે. જ્યારે નાની નાની મૂર્તિ સરળતાથી પધરાવી શકાય અને આયોજકોને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજી ડેમ પાસે જ્યાં રવિવારની બજાર ભરાય છે ત્યાં 4 ફૂટનો ખાડો ખોદવામાં આવ્યો છે અને તેમાં પાણી ભરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.