ધંધુકા કીકાણી કોલેજમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ટીમ દ્વારા આંદોલનની ચીમકી
ધંધુકા ખાતે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા કીકાણી કોલેજમાં વિધાર્થીઓના પ્રવેશથી વંચિત બાબતે આંદોલન
અમદાવાદ જિલ્લાની ધંધુકા તાલુકા ખાતે આવેલ કિકાણિ કોલેજ ધંધુકા , રાણપુર અને ધોલેરા તાલુકાની એકમાત્ર કોલેજ છે. ચાલુ પ્રથમ વર્ષમાં ગુજરાત યુનિવર્સિટિએ મંજૂરી આપેલી આર્ટ્સ વિભાગની 264 બેઠક ભરાઈ ગઈ છે જ્યારે કોમર્સ વિભાગની પ્રથમ વર્ષની 150 જગ્યા પુરાઈ ગઈ છે. હાલ કોલેજના પ્રથમ વર્ષમાં આશરે 400 જેટલા વિધાર્થી પ્રવેશથી વંચિત રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી પ્રથમ વર્ષ પ્રવેશની સમસ્યા સર્જાતી હોય છે. જો જગ્યા તથા ક્લાસ વધારવામાં આવે તો જ આ પ્રશ્ન હળવો બને તેમ છે. ખરેખર ધંધુકા ને જો બીજી કોઈ સરકારી કોલેજ કે સેલ્ફ ફાયનાન્સ કોલેજ શરૂ કરવામાં આવે તો પણ આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવે. ધંધુકા ખાતે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ધંધુકા ટીમ દ્વારા આજરોજ આંદોલનની ચીમકી આપી હતી ત્યારે કોલેજના મેનેજમેન્ટ ટીમ દ્વારા મૌખિક આસવાસન આપવામાં આવ્યું હતું કે મે અમારી વતી આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે ઉપરની રજૂઆત કરીશું.આ કોલેજમાં વહીવટી સ્ટાફની જગ્યાઑની ઘટ પણ ભરવામાં આવે તે જરૂરી બને છે.
રીપોર્ટર સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.