ગુજરાતના શૌર્યધામ સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ ડાકોર ખાતે યોજાયો - At This Time

ગુજરાતના શૌર્યધામ સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ ડાકોર ખાતે યોજાયો


. ફાગવેલ ખાતે નિર્માણ પામનાર "શૌર્યધામ" માટે ગુજરાતના 15 જિલ્લાના સંયોજકોને સંસ્થાની રાષ્ટ્રીય વિચારધારા અને વિવિધલક્ષી પ્રવૃત્તિઓ વડે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની દિશામાં કામ કરવાં તાલીમ આપવામાં આવી.
ગુજરાતના સંયોજકો એ જન જાગૃતિની મશાલ ઉઠાવીને એક વર્ષમાં એક લાખ લોકોને વ્યસન મુક્ત કરવાના શપથ લીધા હતા.
શૂરવીર ભાથીજી સેવા ટ્રસ્ટ (ફાગવેલ)નાં સભ્યશ્રીઓ અને અન્ય આગેવાનો તથા યુવકોએ શૌર્યધામ નિર્માણ અર્થે રૂપિયા 60 લાખની જાહેરાત કરી હતી.જેને ઉપસ્થિત યુવકો એ વધાવી હતી.
સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ માટે સંયોજકોએ ઉઠાવેલી મશાલનો પ્રકાશ ગુજરાતના ગામે ગામ પહોંચાડવા શૌર્યધામ પરિવાર કટિબધ્ધ બની આગળ ધપી રહ્યો છે.
પ્રશિક્ષણ વર્ગના વક્તા શ્રી કલ્પેશસિંહજી વાઘેલા,પ્રોફેસર શ્રી સી.એન.બારીયા તથા શ્રી ભુપેન્દ્રસિંહ ડાભી દ્વારા સંયોજકોને આદર્શ નાગરિકનું ઘડતર અને સંસ્થાની પ્રવૃત્તિઓ તથા સંયોજકોની ફરજો પ્રત્યેનું માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે જનજાગૃતિ માટેના અનેક સંવાદોમાં બધાએ ભાગ લીધો હતો.
ખેડા,આણંદ,ભરૂચ,પંચમહાલ,ગાંધીનગર,અમદાવાદ,મહીસાગર,અરવલ્લી,બનાસકાંઠા,પાટણ,મહેસાણા,છોટાઉદેપુર,સુરેન્દ્રનગર,દાહોદ તથા સાબરકાંઠાના સંયોજકો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. શૂરવીર ભાથીજી સેવા ટ્રસ્ટનાં તમામ ટ્રસ્ટીઓની એક બેઠક પણ મળી જેમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી.ખેડા જિલ્લાના સંયોજકો એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આભાર દર્શન ટ્રસ્ટના ઉપપ્રમુખ રામાજી ઠાકોર (મહેસાણા) એ કર્યું હતું.પ્રશિક્ષણ વર્ગમાં સૌ ઉપસ્થિત રહ્યા તથા જે યુવકોએ સ્વયંસેવક તરીકે સુંદર સેવાઓ આપી તેમનો હૃદયથી શૌર્યધામ પરિવાર આભાર માને છે.
દાદાના ધામમાં નિર્માણ થનાર શૌર્યધામના દાતાઓનો પણ સંસ્થા આભાર માને છે.
શ્રી રામદેવજી મહારાજના નેજા ચડાવીને મોડા મોડા પણ
વીર ભાથીજી મહારાજના ધામમાં નિર્માણ પામનાર શૌર્યધામની મશાલ પ્રગટાવવા જે યુવકોએ ઉત્સાહભેર ભાગ લીધો તેમનાં ઉત્સાહને શૌર્યધામ પરિવાર અભિનંદન પાઠવે છે.
પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે શૌર્યધામને આશીર્વાદ આપતા શૌર્યવીરોનો પણ ટ્રસ્ટી મંડળ આભાર માને છે.

" પ્રગટી ઊઠી છે મશાલ હર ગામ ગામ
સાથે મળી કરવું નિર્માણ શૌર્યધામ "


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.