જો તારો દિકરો નહી સમજે તો તેને તથા તમારા પરિવારને જાનથી મારી નાંખવા છે’, વૃધ્ધાને ધમકી
બજરંગવાડીમાં ક્ષત્રિય યુવક સાથે લિવ ઇનમાં રહેતી યુવતીના પિતા સહિતના શખ્સોએ યુવકની વૃધ્ધ માતાને જો તારો દિકરો નહી સમજે તો તેને તથા તમારા પરિવારને જાનથી મારી નાંખવા છે તેવી ધમકી આપતાં ગાંધીગ્રામ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે બજરંગવાડી શેરી નં.11/12 ના ખૂણે રહેતાં નિર્મળાબા સજુભા ગોહીલ (ઉ.વ.60) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રઘુભા ઝાલા અને તેની સાથેના અજાણ્યાં ત્રણ શખ્સોનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ તેના પતિ અને પુત્ર કીર્તિરાજસિંહ સાથે રહે છે. તેમના પત્ની અને પુત્ર તેમનાથી પાંચ વર્ષથી અલગ રહે છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, પાંચેક વર્ષથી તેમનો પુત્ર રધુભા ઝાલાની પુત્રી સાથે સાથે લિવ ઈન રીલેશનશીપમાં રહેતો હોય જે બાબત તેઓને પસંદ ન હોય જેથી તેમનો પુત્ર અમારાથી અલગ રહેતો હતો. ગઈકાલે સાંજના તેઓ તથા તેમના દેરાણી ઘરના દરવાજા પાસે બેઠા હતા ત્યારે રઘુભા ઝાલા તથા તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સો બાઇકમાં ઘસી આવી બાઈકમાંથી નીચે ઉતરી કહેવા લાગેલ કે, તારો દિકરો કિર્તીરાજ કયા ગયેલ છે તેને ફોન કર જેથી રધુભા ઝાલાને કહેલ કે, મારો દિકરો પોતાની રીતે અલગ રહે છે તે કયા છે મને ખબર નથી અને અમારે તેની સાથે કોઈપણ જાતનો વેવાર નથી કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી કહેવા લાગેલ કે, જો તારો દિકરો નહી સમજે તો તેને પતાવી દઈશુ, તને તથા તારા ઘરના તમામ સભ્યોને જાનથી મારી નાખીશું કહી નાસી છૂટ્યા હતાં. બાદમાં તેઓએ 100 પર ફોન કરી બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વસંતબેન મેટાળીયાએ વધું તપાસ હાથ ધરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.