દંપતીના ઝઘડામાં પડોશીનો રાડો શું કામ પાડો છો કહીં તલવારથી હુમલા - At This Time

દંપતીના ઝઘડામાં પડોશીનો રાડો શું કામ પાડો છો કહીં તલવારથી હુમલા


વાલ્મિકી વાડીમાં દંપતીના ઝઘડામાં પડોશીએ રાડો શું કામ પાડો છો કહીં તલવાર અને પાઈપથી હિંચકારો હુમલો કરી ઘરમાં તોડફોડ કરી શેરીમાં બેફામ બની જાહેરમાં ગાળોનો વરસાદ વરસાવતાં લતાવાસીઓ શરમજનક સ્થિતિમાં મુકાયા હતાં. બનાવ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે જામનગર રોડ પર આવેલ વાલ્મિકી વાડી ક્વાર્ટરમાં રહેતાં પુનમબેન ઘનશ્યામભાઇ લઢેર (ઉ.વ.30) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અનમોલ રમેશ વાળા, હાર્દિક ગોપાલ ઝાલા અને એક અજાણ્યાં શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, પોતે સફાઇકામ અને તેના પતિ મજૂરીકામ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રીના સાડા દશેક વાગ્યે તેણીને તેના પતિ સાથે જમવા બાબતે બોલાચાલી થતી હોય અને તેના પતિ મોટા અવાજેથી બોલતાં હોય જેથી પાડોશમાં રહેતો અનમોલ વાળા તેનો સાળો હાર્દીક ઝાલા અને એક અજાણ્યો શખ્સ ઘસી આવેલ અને તેણીના પતિને કહેવા લાગેલ કે, તું શું કામે અમારી સામે રાડો પાડ છો કહી તેઓ જમતા હતા તે વાસણો ફગાવી દીધેલ અને અનમોલના હાથમાં રહેલ તલવારથી તેમની પર હુમલો કરતાં માથાના ભાગે ઇજા પહોંચી હતી અને તેણીની પુત્રીને ઘકકો મારી પાડી દિધેલ હતી.
તેમજ અન્ય શખ્સે તેની પાસે રહેલ પાઇપથી ગળામાં દબાવી રાખી બાદમાં ધક્કો મારી દિધેલ અને તેણીના પતિને અનમોલ તથા હાર્દિકે બેફામ ઢીકાપાટુ મારી તેનો મોબાઇલ ઘા કરીને તોડી નાખેલ હતો. તેમજ ધમકી આપેલ કે, હવે તમે ઘર બહાર નીકળી જોવો કહી મારી નાખવાની ઘમકી આપેલ હતી. જેથી તેણીએ ત્યાંથી ભાગે અગાસી પર જઈ 100 નંબરમાં ફોન કરેલ હતો. તેમજ અનમોલ તેઓના બીલ્ડીંગમાં ખુલ્લી તલવાર લઇ રખડતો હતો અને તેને પડોશીએ ના પાડવા છતાં અમારા દરવાજા પર તેમજ સામે રહેતા પાડોશીના બંઘ મકાનમાં તલવારના ઘા કરી તોડફોડ કરી ગાળો બોલતો હતો ત્યારે પોલીસ આવતા અનમોલ વાળા સહિતના શખ્સો નાસી છૂટ્યા હતાં.
બાદમાં તેણીના પતિને હાથમાં ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.બનાવ અંગેની ફરીયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.