ધાંગધ્રા આંબેડકરનગર જુની ખરાવાડ ખાતેથી ગુડદી પાસાનો મસમોટું જુગાર ધામ પર એલસીબીના દરોડો. - At This Time

ધાંગધ્રા આંબેડકરનગર જુની ખરાવાડ ખાતેથી ગુડદી પાસાનો મસમોટું જુગાર ધામ પર એલસીબીના દરોડો.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રોકડા રૂ.6,56,800 તથા મોબાઇલ નંગ 9 રૂ.36,500 તથા બે ગાડી રૂ.6,00,000 એમ કુલ મળીને રૂ.12,93,300 ના મુદ્દામાલ સાથે 15 આરોપીને દબોચી લીધા.

સુરેન્દ્રનગર એલસીબી ટીમ દ્વારા ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરી ચોક્કસ બાતમી આધારે જૂની ખરાવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા જુગારધામ પર બાતમી મેળવી એલસીબી પીઆઇ વી વી ત્રિવેદીના સ્ટાફને મળતા પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ સી એ એરવાડીયા તથા ધાંગધ્રા ડીવાયએસપી જે ડી પુરોહિત તથા એએસઆઈ એસ વી દાફડા,એ ડી ડોડીયા, મેહુલભાઈ, ગોપાલસિંહ સહિત સમગ્ર ટીમને સાથે રાખી દરોડો કર્યો હતો જેમાં જૂની ખરાવાડમા રહેતા કાંતિભાઈ દાનાભાઈ છાશિયાના રહેણાંકમાં પોતાના આર્થિક ફાયદા અર્થે બહારથી માણસો બોલાવી ગુડદી પાસાનો જુગાર રમાડતા હોય જે દરમિયાન પોલીસે દરોડો કરતા નાસ ભાગ મચી જવા પામી હતી છતાં પોલીસ સ્ટાફે કુલ 15 આરોપી જેમાં, યુનુસભાઇ/રહીમભાઈ યાકુભાઈ વળદરીયા ધાંગધ્રા દિલ્હી દરવાજા ફૂલગલી ધાંગધ્રા, ધર્મેશભાઈ/પ્રદીપભાઈ પ્રાણલાલ જોશી કોરાવાડ વ્હોરાજીની મસ્જિદ પાસે હળવદ, યસભાઈ/સુરેશભાઈ નથુભાઈ ગઢીયા કૃષ્ણનગર પટેલ વાડી પાસે હળવદ, મેહુલભાઈ/રણછોડભાઈ સિંધવ દાળમીલ રોડ ખોડીયાર પરા સુરેન્દ્રનગર, ગોવિંદભાઈ જીવણભાઈ મકવાણા દાળમીલ રોડ ખોડીયાર પરા સુરેન્દ્રનગર, અવિશભાઈ અબ્બાસભાઈ જેડા સુધારા પ્લોટ રાજકોટ રોડ દશામાના મંદિર પાસે સુરેન્દ્રનગર, સાહિલ ભાઈ ભીખુભાઈ પઠાણ માધા ખવાસની શેરી વઢવાણ, ગૌતમભાઈ ઝાલાભાઇ પરમાર કુંભાર પરા રામજી મંદિર પાસે સુરેન્દ્રનગર, દેવાભાઈ સેલાભાઈ ગોલતર 80 ફુટ રોડ દેસળ ભગતની વાવ પાસે વઢવાણ, હુસેનભાઇ ઉર્ફે પુનીયો અહેમદભાઈ મમાણી ખારવાની પોળ ગળીયાહનુમાના આગળ જુનો ખાટકીવાસ વઢવાણ, પંકજભાઈ ચમનભાઈ ગોઠી હળવદ મોરબી દરવાજા પાસે કણબી પરા મોરબી, બળદેવભાઈ રામજીભાઈ જાદવ ધાંગધ્રા સર્વોદય સોસાયટી પાણીની ટાંકી પાસે ધાંગધ્રા, ગીરીશભાઈ ચીકાભાઇ પરમાર આંબેડકર હોલની પાસે ખરાબ ધાંગધ્રા, મેહુલભાઈ રમણીકભાઈ ગોઠી મોરબી દરવાજા પાસે મોરબી, વિનોદભાઈ મગનભાઈ સોલંકી ખરાવાડ કેમિકલ કવાટની બાજુમાં ધાંગધ્રા જ્યારે એક આરોપી કાંતિભાઈ દાનાભાઈ છાશિયા આંબેડકરનગર જૂની ખરાવાડ ધાંગધ્રા નાસી જવામાં સફળ બન્યા ત્યારે તમામ ઈસમો પાસેથી રોકડ રૂ.6,56,800 તથા બે ફોર વ્હીલર ગાડી રૂ.6,00,000 તથા મોબાઇલ ફોન 9 રૂ.36,500 સહિત કુલ મળીને કિ.રૂ.12,93,300 ના મુદ્દામાલ કબજે કરી તમામ આરોપી વિરુદ્ધ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.