ચુડાનો ગોખરવાડા ડેમ ભરવા ગ્રામજનોએ ચાર દિવસ અગાઉ આપ્યું હતું આવેદનપત્ર
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
બે દિવસમાં ચુડા પંથકમાં સાત ઈંચ વરસાદ ખાબકતાં ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા, ભૃગુપુર અને ગોખરવાળા ગામના ખેડૂતોને પાકના પિયત માટે ઉપયોગી ગોખરવાળા ડેમ ભરી આપવા માગ ઉઠી હતી અને આ ત્રણ ગામોના ગ્રામજનોએ ધારાસભ્ય, ડેપ્યુટી કલેકટર અને નર્મદા વિભાગમાં આવેદનપત્ર આપી ડેમમાં પાણી ભરી આપવા રજૂઆત કરી હતી જેમાં ચુડા સહિત ત્રણ ગામોના ખેડૂતોને પીયત માટે ઉપયોગી ગોખરવાળા ડેમ ભરી આપવાની માગ સાથે ગોખરવાળા ગામના ઈન્ચાર્જ સરપંચ આરિફભાઈ સિદાતર, નટુભાઈ કણઝરિયા, રવજીભાઈ કણઝરિયા, જાદવભાઈ બારૈયા, હકીમભાઈ સિદાતર, પોપટભાઈ ખાંદલા સહિત 50 થી વધુ લોકોએ ધારાસભ્ય કિરીટસિંહ રાણા,ડેપ્યુટી કલેકટર યોગરાજસિંહ જાડેજા અને નર્મદા વિભાગમાં આવેદનપત્ર આપ્યું હતું ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ઓછો વરસાદ થવાને કારણે પાકને બચાવવા પિયત આપવું જરૂરી બની ગયું છે પરંતુ ગોખરવાળા ગામનો ડેમ એક વ્યક્તિએ પોતાનો સ્વાર્થ સાધવા કરેલી અરજીને કારણે ખાલી છે નર્મદા નહેરથી ગોખરવાળા ડેમને તાત્કાલિક ધોરણે ભરી આપવાની માગ કરવામાં આવી છે ડેમ ખાલી હોવાથી ચુડા, ભૃગુપુર અને ગોખરવાળા ગામના ખેડૂતોને નુકસાની વેઠવી પડી રહી છે ગોખરવાળા ગામમાં હાલ કોઈ નર્મદા કેનાલનો લાભ મળતો નહીં હોવાથી ખેડૂતો વરસાદ અને ડેમના પાણી ઉપર જ નિર્ભર હોવાથી શક્ય તેટલી વહેલી તકે ડેમ ભરવાની સાથે બોટાદ શાખાની નર્મદા કેનાલનો દરવાજો મૂકી આપવાની માગ કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.