નેતા અને બિલ્ડરો માટે મનપાએ 4 ટ્રેક બનાવી દીધો પછી યાદ આવ્યું કે ડ્રેનેજની લાઈન નાખવાનું બાકી છે ફરી ખોદકામ કરાતા લોકોને સહન કરવું પડે
મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ રાજકોટના લોકો માટે નહીં પરંતુ અમુક મનપસંદ ‘આકા’ઓ તેમજ લાગવગવાળા માટે જ કામ કરતા હોવાનો પુરાવો
મવડી અને નાનામવા તેમજ કણકોટને જોડતા વિસ્તારમાંથી પસાર થતા હજારો લોકોની સમસ્યા કોર્પોરેટરોને દેખાતી નથી
મનપાનું કાર્ય શહેરીજનોની સુખાકારી માટે રાત-દિવસ સજાગ રહેવાનું છે પણ રાજકોટ મનપા આકાઓ માટે જ કામ કરતી હોય તેવું અનેક વખત બન્યું છે. આકાઓને રાજી કર્યા બાદ શહેરીજનોને તકલીફ પડે કે ન પડે તે પણ મનપા જોતી નથી. જેનો પુરાવો સુવર્ણભૂમિ ચોકથી શરૂ કરી છેક કણકોટ સુધીના રહેવાસીઓ ભોગવી રહ્યા છે.
રાજકોટના નાનામવા, મોટામવા, કણકોટ અને મવડી વિસ્તારને જોડતો સૌથી વિશાળ ચોક સુવર્ણભૂમિ કોમ્પ્લેક્સ પાસે આવેલો છે. અહીં 80 ફૂટનો પેવર રોડ મનપાએ આશરે ચાર વર્ષ પહેલા બનાવ્યો હતો. જોકે બાદમાં મનપાને યાદ આવ્યું કે ત્યાં સ્ટોર્મ વોટર ડ્રેનેજનું કામ બાકી છે. જેને લઈને રોડ પર ખોદકામ કરી નખાયું હતું. ખોદકામ કર્યાને અઢી વર્ષ વીતી ગયું પણ હજુ આ રોડ રિપેર થયો નથી જેને કારણે તમામ વિસ્તારના રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.