ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૩૯૬ કિ.રૂ.૧,૧૮,૮૦૦/-સહિત કુલ રૂ.૯,૪૮,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૩૯૬ કિ.રૂ.૧,૧૮,૮૦૦/-સહિત કુલ રૂ.૯,૪૮,૮૦૦/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ સાહેબે
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં દ પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા,
એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને
ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૩/૦૯/૨૦૨૩ના રોજ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં
હતાં.તે દરમ્યાન ભાવનગર-અમદાવાદ હાઇ-વે ઉપર ભડભીડ ટોલ નાકા પાસે આવતાં એક સફેદ કલરની હ્યુંડાઇ ક્રેટા
કાર રજી.નંબર.GJ-18-ER-5611માં બહારનાં રાજયમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ કાર
લઇને ધોલેરા તરફથી ભાવનગર શહેર તરફ જવાનાં હોવાની મળેલ માહિતી આધારે વોચમાં રહેતાં નીચે મુજબના
આરોપીઓ નીચે મુજબના અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ફોર સેલ ઇન પંજાબ ઓન્લી
લખેલ કંપની સીલપેક બોટલો સાથે હાજર મળી આવેલ. તેઓ તમામ વિરૂધ્ધ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં
પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપી-
1. ગંગારામ ઉદારામભાઇ બિશ્નોઇ ઉ.વ.૩૮ ધંધો-ડ્રાયવીંગ રહે.ભાટીપ તા.રાણીવાડા, પો.સ્ટે.-કરડા જી.જાલૌર રાજસ્થાન
2. ક્રિષ્નારામ પુરખારામ બિશ્નોઇ ઉ.વ.૫૩ ધંધો-ખેતી રહે.ભાટીપ તા.રાણીવાડા,પો.સ્ટે.-કરડા જી.જાલૌર રાજસ્થાન
૩. મુકેશકુમાર ક્રિષ્નારામ બિશ્નોઇ ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે.ભાટીપ તા.રાણીવાડા,પો.સ્ટે.-કરડા જી.જાલૌર રાજસ્થાન
4. હનુમાન પુનઃમારામ બિશ્નોઇ ઉ.વ.૧૯ ધંધો-અભ્યાસ રહે.હેમાગુડા તા.ચીતલવાના પો.સ્ટે.-નીબ જી.સાંચૌર રાજસ્થાન
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. મેકડોવેલ્સ નંબર-૧ ડીલકસ વ્હીસ્કી બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૩૬,૦૦૦/-
2. રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી બોટલ નંગ-૧૬૮ કિ.રૂ.૫૦,૪૦૦/-
૩. ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી બોટલ નંગ-૮૪ કિ.રૂ.૨૫,૨૦૦/-
4. રોયલ સ્ટેટ સુપરીયર વ્હીસ્કી બોટલ નંગ-૨૪ કિ.રૂ.૭,૨૦૦/-
5. સફેદ કલરની હ્યુંડાઇ કંપનીની ક્રેટા કાર રજી.નંબર-GJ-13-ER-5611 કિ.રૂ.૮,૦૦,૦૦૦/-
6. વીવો કંપનીનો VvO Y125 મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-
7. વીવો કંપનીનો VIVO Y16 મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-
8. સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૯,૪૮,૮૦૦/-નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
।c પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ,પી.બી.જેબલીયા, તથા સ્ટાફનાં જયદાનભાઇ
લાંગાવદરા,હરેશભાઇ ઉલવા, હિરેનભાઇ સોલંકી, ભૈરવદાન ગઢવી, નિતીનભાઇ ખટાણા, બીજલભાઇ કરમટીયા, હારિતસિંહ
ચૌહાણ, પ્રજ્ઞેશભાઇ પંડયા વગેરે સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.