મહિસાગર : કડાણા તાલુકામાં દિવડા ખાતે આવેલ એકલવ્ય મોડલ સ્કૂલના આચાર્ય તેમજ સાથી શિક્ષક લાંચ લેતા ઝડપાયા. - At This Time

મહિસાગર : કડાણા તાલુકામાં દિવડા ખાતે આવેલ એકલવ્ય મોડલ સ્કૂલના આચાર્ય તેમજ સાથી શિક્ષક લાંચ લેતા ઝડપાયા.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકા માં ACB ની સફળ ટ્રેપ

એકલવ્ય મોડલ સ્કૂલના આચાર્ય તેમજ સાથી શિક્ષક લાંચ લેતા ઝડપાયા

પ્રાથમિક માહિતી મુજબ કેટરિંગમાં ટકાવારી લેખે ₹26,000 ની માગી હતી લાચ

(૧) ભરતકુમાર કાળીદાસ વણકર, ઈન્ચાર્જ આચાર્ય, (૧૧માસ કરાર આધરીત) વર્ગ-૩ અને
(૨) હર્ષદકુમાર કાંતીલાલ પટેલ, શિક્ષક, (૧૧માસ કરાર આધરીત) વર્ગ-૩

આ બાબતના ફરિયાદી શ્રી કંપનીમાં સને-૨૦૧૮ થી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા હોય તથા તેમની કંપની તરફથી આ શાળાના વિદ્યાર્થીઓને સવારનો ચા-નાસ્તો, બપોરનુ ભોજન, સાંજનો નાસ્તો અને રાત્રીનુ ભોજન વ્યવસ્થા પુરી પાડવા રસોઈયા મુકવામાં આવેલ છે અને શાળા તરફથી ભોજનાલયનો ખંડ ફાળવી આપેલ છે. જે બાબતે ટેન્ડર (કોન્ટ્રાકટ) તેમની કંપનીને મળેલ આ એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કુલ કડાણાના પ્રિન્સીપાલ ભરતભાઈ વણકર માહે:એપ્રિલથી જુલાઈ સુધીના બીલના ત્રણ ટકા માંગતા હોય ફરીયાદીએ આ વાત કંપનીના માલીકને કહેતા તેઓએ કહેલ કે તમે રૂબરૂ મળી વાત કરી લેજો જેથી ફરીયાદીએ પ્રિન્સીપાલ સાથે વાત કરેલી અને હવે પછીના એપ્રિલથી જુલાઈ સુધીના બન્ને સ્કુલના કંપનીના કેટરીગના બીલના નાણાં રૂ.૨૭,૦૦,૨૦૫/- લેવાના થાય છે જે પૈકી એપ્રિલ માસના રૂ.૭૭૧૯૭૪/- નુ પેમેન્ટ કંપનીને ચેક દ્રારા મળેલ હતુ. આ ભરતભાઈ ઉપરોકત નાણાં કંપનીને આપવા માટે ૩% માંગતા અને કંપનીના ચેક અટકાવી રાખેલા અને જે ચેક કુલ રકમ રૂ.૧૯,૨૮,૨૩૧/- ના તા.૧૬/૦૯/૨૦૨૩ના રોજ મળેલા, ફરીયાદીએ તા.૨૧/૦૯/૨૦૨૩ ના રોજ ભરતભાઈ વણકરને લાંચના રૂ.૨૫૦૦૦/- આપેલા અને તા.૨૩/૦૯/૨૦૨૩ ના રોજ રૂ.૨૬૦૦૦/- વધુ લાંચના નાણાં આપવાની વાત કરેલ હોય જેથી ફરીયાદીશ્રી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોય જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા પંચમહાલ એસીબી દ્વારા લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.