ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી ભુરાભાઈ પુંજાભાઈ પરસાણા ની સ્મૃતિમાં પૌત્ર કાર્તિકભાઈ નરોત્તમભાઇ પરસાણાના આર્થિક સહયોગથી 5 ચેકડેમો બનાવવામાં આવ્યા
રાજકોટ.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રી ભુરાભાઈ પુંજાભાઈ પરસાણા ની સ્મૃતિમાં પૌત્ર કાર્તિકભાઈ નરોત્તમભાઇ પરસાણાના આર્થિક સહયોગથી 5 ચેકડેમો બનાવવામાં આવ્યા
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટ.ના જાણીતા પ્રશાંત કાસ્ટિંગના શંભુભાઈ પરસાણા પરિવારના એવા ગૌ-ભક્ત શ્રી ભુરાભાઈ પુંજાભાઈ પરસાણાના ભત્રીજા શ્રી કાર્તિકભાઈ નરોત્તમભાઇ પરસાણાના આર્થિક સહયોગથી તેમના દાદાની ભુરાભાઈ પુંજાભાઈ પરસાણાની સ્મૃતિમાં 5 ચેકડેમો બનાવવામાં આવેલા છે જેમાંનું એક ડેમ કાલાવડ રોડ પર લક્ષ્મી ઇટાળા ગામ પર બનાવ્યું છે જેમાં ખૂબ જ પાણીનો જથ્થો સંગ્રહ થવાથી આજુબાજુના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે અને પ્રકૃતિની રક્ષાથી સર્વે જીવોની રક્ષા થઇ છે. એક જ પરિવારમાં 3-3 દાતાઓ પાણી બચાવો અભિયાનમાં ખૂબ મોટી સહાય આપી રહ્યા છે જેમાં કાર્તિકભાઈ નરોત્તમભાઈ પરસાણા નાની ઉમરમાં પ્રકૃતિને બચાવવાનું કાર્ય કરી રહ્યા છે. તે સમાજના ધુરંધર દાતાઓ માટે પ્રેરણા દાય બનીયા છે.
હાલમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ જીલ્લામાં ખેડૂતો સ્વાવલંબી બને તેના માટે વરસાદી પાણી ચેકડેમ અને તળાવો રીપેર, ઊંડા, ઊંચા કરી તેમજ નવા ૧૦૦% લોકભાગીદારીથી આ વર્ષમાં જ અનેક ચેકડેમોનો જીણોધ્ધાર કરેલ છે. તેથી બોર, કુવા રિચાર્જ કરી જમીનમાં પાણીના તળ ઊંચા લાવી ખેડૂતોને આર્થિક સધ્ધરતા વધારી પ્રકૃતિને રક્ષાથી પશુ-પક્ષીનું અને જીવ-જંતુનું રક્ષણ થાય અને માનવજાતનું ઉત્સ્થાન થાય તેનાથી ગુજરાતના ખેડૂતોની સધ્ધરતા વધે તેથી ભારત દેશની આર્થિક સમૃદ્ધિ વધે તેવા હેતુથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં વરસાદી પાણી બચાવવાની ઝુંબેશ ચાલી રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો સૌરાષ્ટ્રનાં ૧૧૦૦૦ ચેકડેમો સંપૂર્ણ લોકભાગીદારીથી તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઇ સખીયા, દિનેશભાઇ વોરા, રમેશભાઇ ઠક્કર, વલ્લભભાઈ કથીરિયા, મિતલભાઈ ખેતાણી, વિરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, જે.કે. પટેલ, જેરામભાઈ વાસજાળિયા, શિવલાલભાઈ આડ્રોજા, મૂળજીભાઈ ભીમાણી, ઉમેશભાઈ માલાણી, પ્રકાશભાઇ કનેરીયા, જિગ્નેશભાઈ પટોડીયા, ભરતભાઇ પરસાણા, બીપીનભાઈ હદવાણી, વસંતભાઇ લીંબાસીયા, ભરતભાઇ ગાજીપરા, દિલીપભાઇ લાડાણી, ગોપાલભાઈ બાલધા, ભરતભાઇ ભૂવા, રતીભાઈ ઠુમ્મર, ભરતભાઇ પીપળીયા, મનીષભાઈ માયાણી, રમેશભાઇ જેતાણી, બચુભાઈ ધામી, ભૂપતભાઈ કાકડિયા, અશોકભાઇ મોલીયા અને માધુભાઈ પાંભર વિનંતી કરે છે
રિપોર્ટ .નટવરલાલ. ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.