સમસ્ત મહાજન દ્વારા મહારાષ્ટ્રની તમામ ગૌશાળા પાંજરાપોળના ટ્રસ્ટી સંચાલકો માટે બે દિવસની મહત્વની વર્કશોપનું   આયોજન, એનીમલ વેલ્ફેર બોર્ડનાં અધિકારીઓ, પદાધિકારીઓ હાજરી આપશે - At This Time

સમસ્ત મહાજન દ્વારા મહારાષ્ટ્રની તમામ ગૌશાળા પાંજરાપોળના ટ્રસ્ટી સંચાલકો માટે બે દિવસની મહત્વની વર્કશોપનું   આયોજન, એનીમલ વેલ્ફેર બોર્ડનાં અધિકારીઓ, પદાધિકારીઓ હાજરી આપશે


સમસ્ત મહાજન દ્વારા મહારાષ્ટ્રની તમામ ગૌશાળા પાંજરાપોળના ટ્રસ્ટી સંચાલકો માટે બે દિવસની મહત્વની વર્કશોપનું   આયોજન, એનીમલ વેલ્ફેર બોર્ડનાં અધિકારીઓ, પદાધિકારીઓ હાજરી આપશે

સંઘસ્થવીર 103 વર્ષીય ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મ.સા.ની 85મી દીક્ષા નિમિત્તે  કાર્યક્રમ
સાથમાં વૈશ્વિક અહિંસા સંમેલન અને ગૌ પ્રોડક્ટ્સનાં સ્ટોલ્સનું પણ આયોજન

વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજનનાં કાર્યોમાં મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય,  રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ, સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ જે ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સદસ્ય છે તેઓ વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં ૩૦૦થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે.
સમસ્ત મહાજન દ્વારા સંઘસ્થવીર 103 વર્ષીય ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મ.સા.ની 85મી દીક્ષા નિમિત્તે મહારાષ્ટ્રની તમામ ગૌશાળા પાંજરાપોળના ટ્રસ્ટી સંચાલકો માટે બે દિવસની મહત્વની  વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં નિશ્રાદાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હર્ષસાગરસૂરીશ્વરજી મ.સા. અને સર્વ આચાર્ય ભગવંત ગુરુ ભગવંત - શ્રમણી ભગવંત માર્ગદર્શન આપશે. મહારાષ્ટ્રની એક હજારથી વધુ ગૌશાળાઓ, પાંજરાપોળોમાં લાખો જીવો સુરક્ષિત છે. વર્કશોપમાં આ જીવોના આધારે સજીવ ખેતી કરીને સંસ્થાને કેવી રીતે પુનર્જીવિત કરી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવશે. વર્કશોપમાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં અધિકારીઓ, પદાધિકારીઓ હાજરી આપશે. સાથમાં વૈશ્વિક અહિંસા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા—પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક–સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરવામાં આવશે. સંમેલનમાં ગૌ આધારિત ઉત્પાદનો ગોનાઇલ, ધૂપબત્તી, ગોબર ગમલા  પેન સ્ટેન્ડ, ફુલ દાંડી, ગણેશ, પંચગવ્ય નસ્ય વગેરેનાં સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે.
વર્કશોપ 1લી અને 2જી ઓક્ટોબર 2023, રવિવાર અને સોમવારનાં રોજ કાત્રજ જૈન તીર્થ, પુણે (મહારાષ્ટ્ર) ખાતે યોજવામાં આવશે. તેમાં ભાગ લેવા માટે વ્યક્તિ દીઠ નોંધણી ચાર્જ રૂ.1000/- રાખવામાં આવ્યો છે. જેમાં કાત્રજ યાત્રાધામમાં રહેવાનો ખર્ચ અને બંને દિવસે ત્રણેય વખત નાસ્તા, ભોજનનો ખર્ચ સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. આ વર્કશોપમાં જોડાવવા માટે સૌ ને સમસ્ત મહાજન, સંયમ મેરુ મહોત્સવ સમિતિ, પૂના, મહારાષ્ટ્ર ગૌસેવા આયોગ અને ગૌશાળા મહાસંઘ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.  આ અંગે વધુ માહિતી માટે પરેશભાઈ શાહ(મો. 98193 01298), મિત્તલ ખેતાણી (મો. 98242 21999) તેમજ રમેશભાઈ ઓસવાલ (મો. 93710 06817) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

રિપોર્ટ.નટવરલાલ.જે. ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.