આંતરરાષ્ટ્રીય સ્તરે જતા રમતવીર વીરાંગના નું શિક્ષણમંત્રી પાનશેરિયા દ્વારા પાંગરતી પ્રતિભા ઓનું પ્રોત્સાહિત કરતું સન્માન
સુરત. ગુજરાત ના શિક્ષણમંત્રીની પાંગરતી પ્રતિભા ઓનું પ્રોત્સાહિત કરતું
સુરત ની તાપી મૈયા ના નીર સમાન વસોયા પરિવારના કુળ દિપક એવા નીર સુભાષભાઈ વસોયા આવનાર તા.૨૪/૦૯/૨૩ ના રોજ આંતરરાષ્ટ્રીય રમત ક્ષેત્રે રોલર સ્કેટિંગ બાસ્કેટ બોલ માં ભાગ લેવા થાઇલેન્ડ જઈ રહ્યો હોય તેના સોશિયલ મીડિયા દ્વારા સંદેશ મળતા ગુજરાતના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા એ રમતવીર યુવક ને રૂબરૂ તેમની ઓફિસે આમંત્રીત કરી પ્રોત્સાહિત ના ભાગરૂપે સાલ ઓઢાડી સન્માન અને આશિર્વાદ આપ્યા હતા.
આવનાર સમય માં ગુજરાત સાથે ભારતભરમાં અવલ્લ નંબર મેળવી ભારત નું નામ રોશન કરો તેવી મંગલમય શુભકામનાઓ પાઠવી હતી.જાણીએ નીર વસોયા નો પરિચય...નીર વસોયા એક સામાન્ય પરિવાર માં ઉછરેલ શ્રી સુભાષભાઈ વસોયા નો પુત્ર ભણવામાં પણ એટલોજ હોશિયાર છે અને રમત ગમત માં પણ ભારત ના અલગ અલગ રાજ્યો જેવા કે ગુલમર્ગ કાશ્મીર હરિયાણા વગેરે માં ખેલો ઈન્ડીયા રમત ગમત સ્પર્ધા કાર્યક્રમો માં ભાગ લઈ ઘણા બધા શીલ્ડ ,અભિવાદનપત્ર ટ્રોફી મેડલ સન્માનપત્ર મેળવી ચૂક્યો છે.તાજેતર ની વાત કરીએ તો હરિયાણામાં યોજાયેલ રોલર સ્કેટિંગ બાસ્કેટ બોલ સ્પર્ધા મા ગુજરાત તરફથી મેડલ જીતી ગરવી ગુજરાત ને ગૌરવ અપાવ્યું છે તા.૨૪/૦૯/૨૩ થાઇલેન્ડ ખાતે આયોજિત આંતર રાષ્ટ્રીય લેવલ ની રમત ગમત સ્પર્ધા મા ભાગ લેવા જનાર હોય ચારેકોર થી અભિનંદન અને શુભકામનાઓ મળી રહી છે.
શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ની સરળ સહજ નિર્મળતા સાથે પારદર્શકતા એવી છે કે આ સામાન્ય પરિવાર ના બાળક ને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવા પોતાના રોજિંદા કાર્યશીલ સમય માંથી સમય કાઢી સ્પેશિયલ આમંત્રિત કરી સન્માન કરાયું હતું
ઈન્ટરનેશનલ ક્ષેત્રે બેન્ડી (આઈસ સ્કેટ હોકી) રમત રમવા જઈ રહેલા રમતવીર વસોયા નીર તથા ઈન્ટરનેશનલ સ્ટેથલિફ્ટિંગ ચેમ્પિનશિપ રમવા જઈ રહેલી દીકરી વિધિ માવાણી કે જે પાવર લિફ્ટિંગમાં નેશનલ ચેમ્પિયન ગોલ્ડ મેડાલિસ્ટ છે. આજે તેમને આપણા ગુજરાત રાજ્ય ના શિક્ષણ મંત્રી સાહેબ શ્રી પ્રફુલ ભાઈ પાનશેરીયા સાહેબે રૂબરૂ મળીને સન્માન કરી પ્રોત્સાહિત કર્યા અને પોતાના માતા-પિતાની સાથે દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી.
આજે દીકરીઓ પણ પોતાના સખત પરિશ્રમથી દીકરાઓ સાથે કદમ મિલાવી આગળ વધી રહી છે તે જાણીને ખૂબ જ આનંદ વ્યક્ત કરી બંને રમતવીર ને પ્રોત્સાહિત કરતું સન્માન કર્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.