રાજકોટમાં જન્મજાત ફાટેલા હોઠ-તાળવાની બિમારી ધરાવતી બાળકીનું નિઃશુલ્ક ઓપરેશન કરી નવજીવન અપાયું
રાજકોટનાં તબીબોએ ફરી એકવાર પોતાની કુનેહ સાબિત કરી છે અને દુનિયાની બીજા નંબરની ફાટેલા હોઠ-તાળવાની બિમારી ધરાવતી એક માસુમની જટિલ સર્જરી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ બાળકી પર અત્યંત જટિલ ગણાતી 'કલેફ્ટ લીપ એન્ડ ક્લેફ્ટ પેલેટ’ એટલે કે ફાટેલા હોઠ અને તાળવાની સર્જરી તદ્દન નિઃશુલ્ક કરવામાં આવી હતી. જેને પગલે હાલમાં બાળકી તદ્દન સ્વસ્થ બનતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.