રાજકોટમાં ઘરે ગણેશ બેસાડવાની શરૂઆત 56 વર્ષ પહેલા થઇ, લોકો 100 કિમી દૂરથી દર્શન માટે આવતા
મહારાષ્ટ્ર મંડળે પંચનાથ મંદિરે 1930થી સાર્વજનિક ગણેશોત્સવના શ્રીગણેશ કર્યા હતા
રાજકોટમાં સૌથી પહેલા મહારાષ્ટ્ર મંડળ દ્વારા 1930માં ગણશોત્સવના શ્રીગણેશ પંચનાથ મંદિરે થયા હતા જ્યારે મહારાષ્ટ્રના સાવંત પરિવારના મોભી અર્જુનભાઈએ 1967માં ઘરે ગણેશ બેસાડવાની શરૂઆત કરી હતી. ત્યારે લોકો અમરેલી, બાબરા, ચિતલથી દર્શન કરવા આવતા હતા. પોતાની માનતાના ગણેશ હોય તો એ મૂકી જતા હતા. એ સમયે માટીના જ ગણેશ સ્થાપિત કરવામાં આવતા હતા. અર્જુનભાઈના પૌત્ર હર્ષભાઈ સાવંતે એ સમયે ગણેશોત્સવના સંસ્મરણો રજૂ કર્યા છે. સાવંત પરિવારે આ પરંપરા આજે પણ જાળવી રાખી છે અને 2.5 ફૂટના ગણેશ ઘરે બેસાડે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.