સુરેન્દ્રનગર વઢવાણ જીઆઇડીસી વિસ્તારના ઉદ્યોગકારોને પ્રાથમિક સુવિધાના નામે મીંડું - At This Time

સુરેન્દ્રનગર વઢવાણ જીઆઇડીસી વિસ્તારના ઉદ્યોગકારોને પ્રાથમિક સુવિધાના નામે મીંડું


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરની વઢવાણ જી.આઇ.ડી.સી વિસ્તારમાં અંદાજિત 500 થી વધુ નાના મોટા એકમો આવેલા છે ત્યારે ઉદ્યોગિક વિસ્તારમાં જ પ્રાથમિક સુવિધાના નામે મીંડું હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ ના કરવામાં આવતી હોવાનો આક્ષેપ ત્યાંના ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવ્યો છે આગામી સમયમાં ઉદ્યોગકારોને પ્રાથમિક સુવિધા નહીં મળે તો ટેક્સ ન ભરવા અંગેની ચીમકી પાલિકા સામે ઉચ્ચારી છે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને સૌથી વધુ ટેક્સની રકમ વઢવાણ જી.આઇ.ડી.સી વિસ્તાર ચૂકવી રહ્યો છે તે છતાં પણ વઢવાણ જી.આઇ.ડી.સી વિસ્તારમાં રોડ રસ્તા પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે જેને કારણે ઉદ્યોગકારો પરેશાન બન્યા છે અને એક વખત પાલિકામાં રજૂઆત કરી છે તે છતાં પણ પ્રશ્નનો નિવેડો આવતું નથી મુખ્ય માર્ગો પર 10 થી 15 ફૂટ જેટલા મોટા ગાબડાઓ પડી ગયા છે છેલ્લા 20 વર્ષની આ સમસ્યા યથાવત છે ત્યારે આ સમસ્યાનો નિવેડો લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ત્યારે ગઈકાલે સાંજે તમામ ઉદ્યોગ કારો જી.આઇ.ડી.સી વિસ્તારમાં એકત્રિત થઈ અને અગામી સમયમાં જો પાલિકા પ્રાથમિક સુવિધા નહી આપે તો ટેક્સ ન ભરવા અંગેની વિચારવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જી.આઇ.ડી.સી વિસ્તારમાં અંદાજિત 500 થી વધુ નાના મોટા એકમો આવેલા છે અને દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ નગરપાલિકાને આ નાના મોટા એકમો ચૂકવી રહ્યા છે તે છતાં પણ રોડ રસ્તા પ્રાથમિક સુવિધાની સગવડતા પાલિકા તંત્ર દ્વારા પૂરી ન પાડવામાં આવતા રોષ ફેલાયો છે જોકે આગામી સમયે જી.આઇ.ડી.સી વિસ્તારના પ્રમુખ સુમિતભાઈ પટેલ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પણ આ મામલે પત્રો લખ્યા છે તે છતાં પણ આ વિસ્તારના પ્રશ્નો હાલ નથી થતા નાના મોટા 27,000 થી વધુ લોકો કારીગરો આ એકમમાં કામ કરે છે તેમને પીવાના પાણીના પ્રશ્નો લાઈટના રોડ રસ્તા નો મુખ્ય પ્રશ્નો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે આ પ્રશ્નનો નિવેડો નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર લડત આ એકમો દ્વારા આપવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે વઢવાણ જી.આઇ.ડી.સી વિસ્તારના સ્થાનિક ઉદ્યોગકાર યુસુફભાઈ મેતરને પૂછવામાં આવતા તેમને જણાવ્યું છે કે અત્યાર સુધીમાં અનેક પ્રમુખોને અમે રજૂઆત કરી ચૂક્યા છીએ વઢવાણ જી.આઇ.ડી.સી વિસ્તારમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધા નો અભાવ છે અને કારખાનાઓમાં પીવાના પાણીની લાઈનો પણ ઉપલબ્ધ નથી ત્યારે નવા નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા પાસે અમને આશા છે કે તે થોડા દિવસોમાં અમારા પ્રશ્નો જાણશે અને તેનો નીવેડો લાવશે અને વઢવાણ જી.આઇ.ડી.સી વિસ્તારમાં જે પ્રાણ પ્રશ્નો છે વિકાસના પ્રશ્નો છે તે અંગે વિચારણા કરશે અને યોગ્ય નિર્ણય કરી અને રોડ રસ્તા તથા પ્રાથમિક સુવિધા આપવાનો પ્રયાસ કરશે તેવું સ્થાનિક ઉદ્યોગકાર યુસુફભાઈ મેતર દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.