બાલાસિનોર ના જૈમિયતપુરા માં ડંપિંગ સાઈડ માંથી કેમિકલ છોડતા ગામ લોકો માં રોષ
ડંપિંગ સાઈડ ની આસ પાસ ના કોતર અને નદી માં કેમિલ ખાલી કરતા પાણી લાલ થયું
બાલાસિનોર ના અંદાજીત 20 જેટલા ગામો માં કેમિકલ ના કારણે જળચર જીવો ના મોત
કેમિકલ ના કારણે ગામ લોકો ને પણ ચામડી પર અસર થઈ હોવાના આક્ષેપ
ડંપિંગ સાઇડ પર કેમિકલ છોડવાનું બંધ કરવામાં નહિ આવે તો ચક્કા જામ કરવા ગામ લોકો ની ચીમકી
રસ્તા રોકો આંદોલન કરી ચક્કાજામ કર્યાનું ખુલતા સ્થાનિક ધારાસભ્ય ઘટના સ્થળે પહોચ્યાં
મહીસાગર જિલ્લાના બાલાસિનોરના જમીયતપુરા ઝેરી કેમિકલ કચરો નાખવા માટે મેસર્સ મૌર્યા એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લીમીટેડ નામની કંપની શરતો અને નીતિ-નિયમો નેવે મૂકી ડંપીંગ સાઈડ શરૂ કરવામાં આવી છે. જેનો સમગ્ર બાલાસિનોર તાલુકાની પ્રજા દ્વારા કેટલાય સમયથી સમ્ર ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના ભાગ રૂપે આજે બાલાસિનોર તાલુકાની પ્રજા દ્વારા ભવિષ્યમાં કલેકટર સહિત અનેક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે જે અન્વય કંપની નાખવા બાબતે મહીસાગર જિલ્લા કલેકટર દ્વારા સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં આશરે ૪૦૦૦જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૯૯ ટાકા લોકોએ કંપની નાખવાબાબતે વિરોધ દર્શાવ્યો હતો.જયારે ડંપીંગ સાઈડની આજુબાજુના અંતરે બીડના મુવાડા,બડીયાદેવ ,બોડેલી, વજેપુર, જરા ,હરસિદ્ધપુરા,નવાગામ,બોડેલી લાટ,ભોગીયા કિનારી,દેરાસા જ્યારે ૨ કિ.મીના એરિયામાં તાલુકા મથક બાલાસિનોર શહેર સહીત નાના મોટા અનેક ગામો આવેલા છે જેમાં દોઢ લાખ જેટલી વસ્તી રહે છે. ડંપીંગ સાઇડથી ૩ કિ.મીના એરિયામાં પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શાળાઓ,કોલેજો,
આંગણવાડી કેન્દ્રો,પાણી પુરવઠાની લાઈનો, કુવા,બોર, નદી, નાળા અને તળાવો આવેલ છે. જેનાથી માનવ,પશુ- પંખી,ભૂચર,જળચર જીવજંતુઓ નાશ પામી શકે તેમ છે અને અનેક જીવાત્માઓમાં વિવિધ પ્રકારના રોગો ફેલાવાની સાથે બાષ્પીભવન થતા પણ પર્યાવરણમાં હવા દુષિત બનતા ભૂમિ પરના જીવજંતુઓ,વૃ ક્ષો,પ્રાણી, અને પશુઓનો નાશ થઇ શકે છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.