પાલિતાણાના આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પોષણ માસ ૨૦૨૩ ની ઉજવણીના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા - At This Time

પાલિતાણાના આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પોષણ માસ ૨૦૨૩ ની ઉજવણીના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા


પોષણ માસ ૨૦૨૩ ની ઉજવણીના ભાગ રૂપે ભાવનગર જિલ્લાના શેત્રુજ્ય ડેમ ,પાલીતાણા આઇ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા ઉત્તર બુનિયાદી સ્કુલ ખાતે પાલિતાણા પ્રાંતશ્રી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત કિશોરીઓને ટેસ્ટ,ટ્રીટ ટોક એનિમિયા રાષ્ટ્રીય પોષણ માસની થીમને ધ્યાને રાખીને પાલીતાણા ઘટક -૨ ની અંદાજીત કુલ ૧૫૦ કિશોરીઓનું H.B.ટેસ્ટ હેલ્થ વિભાગ દ્રારા કરવામાં આવ્યું. N.N.M.બ્લોક કોર્ડિનેટર શ્રી નિકુંજભાઈ ગોહિલ દ્રારા રાષ્ટ્રીય પોષણ માસ ૨૦૨૩ અને તેની થીમ વિશેની વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી. ઉત્તર બુનિયાદી શાળાના સંચાલકશ્રી લાલજીભાઈ સોલંકી દ્રારા કિશોરીના શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે કિશોરીઓનું માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ અગત્યનું છે. તે વિશેની સમજ આપવામાં આવી હતી.

પાલિતાણા પ્રાંત શ્રી યુવરાજ સિદ્ધાર્થ દ્વારા કિશોરીઓને પરંપરાગત ભોજનમાં મિલેટ્સનું મહત્વ, કિશોરીઓનું માનસિક સ્વાસ્થ્ય, I.C.D.S.ની સેવાઓ વિશેની સમજ, T.H.R નો પણ દૈનિક આહારમાં ઉપયોગ કરવા વિશે સમજ આપવામાં આવેલ હતી.

સી.ડી.પી.ઓ.શ્રી અલ્પાબેન મકવાણા દ્વારા એનિમિયા,રોકથામ, T.H.Rનું મહત્વ, મિલેટ્સ અને તેનાથી થતા ફાયદા વિશે સમજ આપેલ હતી.

કાર્યક્રમમાં H.B.ટેસ્ટ, મિલેટ્સ, T.H.R વાનગી નિદર્શન, મહેંદી,રંગોળી ,યોગ નિદર્શન, પોષણ શપથ, પોષણ ગરબો વગેરે કાર્યક્રમો કરવામાં આવેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે I.C.D.S. ઘટકના મુખ્ય સેવિકાશ્રીઓ, N.N.M. સ્ટાફ, પા.પા.પગલી ઈન્સ્ટરકટર, કિશોરીઓ,આંગણવાડી વર્કર બહેનો, સી.ડી.પી.ઓ.શ્રી દ્વારા ઉત્સાહભેર ભાગ લીધો હતો

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.