ભાવનગર ડિવિઝનની ડિવિઝનલ રેલવે કન્ઝ્યુમર કન્સલ્ટેટિવ કમિટીની બેઠક સંપન્ન - At This Time

ભાવનગર ડિવિઝનની ડિવિઝનલ રેલવે કન્ઝ્યુમર કન્સલ્ટેટિવ કમિટીની બેઠક સંપન્ન


ભાવનગર ડિવિઝનની ડિવિઝનલ રેલવે કન્ઝ્યુમર કન્સલ્ટેટિવ કમિટીની બેઠક સંપન્ન
ડિવિઝનલ રેલ્વે કન્ઝ્યુમર કન્સલ્ટેટિવ કમિટી (DRUCC) ની મીટીંગ 21.09.2023 ના રોજ પશ્ચિમ રેલ્વેના ભાવનગર ખાતે ડિવિઝનલ ઓફિસમાં આયોજિત કરવામાં આવી હતી. મીટીંગની શરૂઆતમાં કમિટીના સેક્રેટરી અને સીનીયર ડીવીઝનલ કોમર્શીયલ મેનેજર શ્રી માશૂક અહમદે મીટીંગમાં ઉપસ્થિત તમામ સભ્યોને આવકાર્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ પોતપોતાના વિસ્તારોને લગતી પેસેન્જર સુવિધાઓ વધારવા અને રેલવેને લગતી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવા અંગે હકારાત્મક ચર્ચા કરી હતી.
કમિટીના ચેરમેન અને ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે કમિટીના સભ્યોને ભાવનગર ડિવિઝન પર ચાલી રહેલી પ્રવૃતિઓ અને વિકાસ કાર્યો વિશે માહિતગાર કર્યા હતા. તેમણે માનનીય સભ્યોને ખાતરી આપી હતી કે મુસાફરોની સુવિધાઓનો વિકાસ એ ભાવનગર મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આવનારા સમયમાં મંડળમાં વધુ આધુનિક સુવિધાઓ જોવા મળશે. તેમની વાજબી માંગણીઓનું મંડળ દ્વારા શીઘ્ર નિરાકરણ કરવામાં આવશે.
આ દરમિયાન કમિટી સેક્રેટરી અને સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ભાવનગર ડિવિઝનની સિદ્ધિઓની માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે ભાવનગર ડિવિઝનના સોમનાથ રેલ્વે સ્ટેશનનો મોટો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે, જેના પુનઃવિકાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, આ સાથે અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ 17 રેલ્વે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. આ કામો પૂર્ણ થયા પછી, અમે અમારા આદરણીય મુસાફરોને વધુ સુવિધાઓ પ્રદાન કરી શકીશું. આ દરમિયાન સમિતિના સભ્યોએ પોતપોતાના વિસ્તારોની રેલવે સમસ્યાઓના નિરાકરણ, નવી ટ્રેનો દોડાવવા, ટ્રેનોના સ્ટોપેજ વધારવા, ટ્રેનોનું વિસ્તરણ, લિફ્ટ, પ્લેટફોર્મ એક્સ્ટેંશન વગેરે પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા અને સ્ટેશનો પર મુસાફરોને સારી સુવિધા પૂરી પાડવા માટે તેમના મૂલ્યવાન વિચારો વ્યક્ત કર્યા હતા. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે તેમની વાજબી માંગણીઓ પર ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
આયોજીત આ મીટીંગમાં શ્રી જીજ્ઞેશ કારીયા (પોરબંદર), શ્રી વિજય કુમાર સી. ગટેચા (કોડીનાર), શ્રી મહેન્દ્ર એસ. શાહ (ભાવનગર), શ્રી ધીરૂભાઈ જે. ધંધુકિયા (ભાવનગર) તથા શ્રી અશોકભાઈ પોપટભાઈ કરમટીયા (ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે એડીઆરએમ શ્રી હિમાઁશુ શર્મા સહિત ડિવિઝનના તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગના અંતે આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર સુશ્રી નીલાદેવી ઝાલાએ મીટીંગમાં હાજરી આપવા અને મૂલ્યવાન સૂચનો આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.