લુણાવાડા જૈન સંઘ દ્વારા 31 તપસ્વીઓની નગરમાં આજે રથયાત્રા નીકળી મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવીકાઓ ઉપસ્થિત
પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી બાદ તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવીકાઓ ઉપસ્થિત રહયા હતા આ ભવ્ય શોભાયાત્રા સૌથી વધુ તપચ્ચર્યા કરનાર પ્રેક્ષાબેન દિલીપકુમાર સંઘવીના ઘરેથી પ્રભુના પારણા અને ચૌદ સુપનો સાથે બેન્ડ બાજા, ઢોલ નગારા સાથે આગમ મહારાજ સાહેબ અને આદિ ઠાણા-૧૦ ની શુભ નીશ્રામાં નીકળી હતી
જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી બાદ તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા હતા લુણાવાડા નગરમાં પરમ પૂજય પન્યાસ આગમચંદ્ર મહારાજ સાહેબની નીશ્રામાં ૩૧ જેટલી નાની મોટી તપચ્ચર્યા થઇ હતી જેના તપસ્વીઓના સવારે પારણા કરાવ્યા બાદ લુણાવાડા જૈન સંઘ ખાતે સૌથી વધુ તપસ્ચર્યા ૩૧ ઉપવાસ કરનાર પ્રેક્ષાબેન દિલીપકુમાર સંઘવીના ઘરેથી પ્રભુના પારણા અને ચૈદ સુપનો સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રાને શિક્ષણઅને આદિવાસી વિકાસ મંત્રી કુબેર ભાઇ ડીડોર, પંચાયત કૃષિમંત્રી રાજયમંત્રી બચુભાઇ ખાબડ, લુણાવાડા રાજવી સિધ્ધરાજસિંહ, જિલ્લા કલેકટર ભાવિનપંડયા સહિત અગ્રણીઓએ ભગવાનના પારણાને વંદન કરીને સાધુભગવંતના આશીર્વાદ લઇને રથયાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. આ રથયાત્રામાં યુવાનોનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો. રથયાત્રામાં ત્રિશલાનંદન વીર કી જય બોલો મહાવીર કીના સુત્રોચારથી લુણાવાડા નગરની ગલીઓ ગુંજી ઉઠી હતી. આ રથયાત્રા પ્રેક્ષાબેન દિલીપકુમાર સંઘવીના ઘરેથી નીકળી નગરના એસ.ટી.ડેપો. ચોકડી,ફુવારા ચોક થઇને દેરાફળી થઇને ચિંતામણી દેરાસર ખાતે પહોચી હતી.રથયાત્રા નું રસ્તામાં ઠેર ઠેર ગહુલીપૂજન કરવામાં આવ્યુ હતુ સૌથી આગળ ભગવાનનો રથ, સંગતની સુરાવલીઓ છેડતુ બેન્ડ, ઇન્દ્રધજા રથ, જુદી જુદી શણઘાર કરેલી બગીઓ આ શોભાયાત્રાના આકર્ષણ રહયા હતા. યુવાનોનો ઉત્સાહ અને થનગનાટ સહેજ પણ ઓછો થતો નહોતો સંગીતમાં સુંદર સ્તવનો, કાંસી જોડાના તાલે જય મહાવીરના જયઘોષ અને જૈનમ જયંતી શાશનમ ના સુત્રોચારથી લુણાવાડા નગરની ગલીઓ ગુંજી ઉઠી હતી ભાઇઓએ સફેદ કલરના કપડાં માથા સાફો અને જૈનમ જયંતી શાશનમમાં ખેસ ધારણ કર્યો હતો. તો બહેનો દ્વારા પૂજય સાધ્વી રિયાંશીતાશ્રીજી મહારાજ સાહેબની પાલખી ઉચકીને ખુબ જ ભાવપૂર્વક લઇ જવામાં આવી હતી. તો ભગવાનનો રથ શ્રાવકો દ્વારા પાલખીમાં લઇ જઇને ખુલ્લા પગે લઇ જવામાં આવ્યો આમ લુણાવાડા ખાતે તપસ્વીઓના પારણાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.