ગણેશ ચતુર્થી પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના બાળકોએ શુદ્ધ માટીની ૨૭ મૂર્તિઓ બનાવી.
ગણેશ ચતુર્થી પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના બાળકોએ શુદ્ધ માટીની ૨૭ મૂર્તિઓ બનાવી.
બાળકોમાં પર્યાવરણ જતનની ભાવના જાગૃત કરાઈ.
ગણેશ ચતુર્થી ઉત્સવ ઠેર ઠેર ઉજવણીની પરંપરા વધતી થતી જાય છે. ત્યારે પર્યાવરણને નુકસાન ન થાય તેમ ગણેશજીની મૂર્તિઓની સ્થાપના થાય તે માટે પણ જાગૃકતા વધતી જાય છે. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગણેશ ચતુર્થી પર વિશેષ આયોજન હાથ ધરાયું. કન્યા-કિશોર કૌશલ્ય અભિયાનની ટીમ દ્વારા મંગળવારે કિશોરાવસ્થાના બાળકોને શુદ્ધ માટીમાંથી ગણેશજીની મૂર્તિ જાતે જ બનાવવાનું શીખવવામાં આવ્યું. જેમાં બાળકોની અલગ અલગ ટીમ દ્વારા ૨૭ મૂર્તિઓ બનાવવામાં આવી. આ તમામ મૂર્તિઓનું ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે બાળકો તથા તેમના વાલીઓ દ્વારા પૂજન આરતી કાર્યક્રમ યોજાયો. ત્યારબાદ આ તમામ બાળકો પોતાની બનાવેલ મૂર્તિ ઘરે લઈ જઈ સ્થાપના કરી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું.
આ સમગ્ર આયોજન સફળ બનાવવામાં ગાયત્રી ચેતના કેન્દ્ર ના કન્યા-કિશોર કૌશલ્ય અભિયાન ટીમના વિલાસિનીબેન પટેલ, હેમંતભાઈ પટેલ, પંકજભાઈ પ્રજાપતિ, સમીરભાઈ પટેલ, તેજસ પટેલ, ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, પ્રિતિબેન કડિયા, જીમી પટેલ વિગેરે એ બાળકોને મૂર્તિઓ બનાવવા માર્ગદર્શન આપી બાળકોમાં પર્યાવરણ જતનની ભાવના જગાવવા પ્રયાસ કર્યો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.