ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે એસ્પિરેશનલ બ્લોક' પ્રોગ્રામ અંતર્ગત ચિંતન શિબિરનું આયોજન કરાયું. - At This Time

ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતે એસ્પિરેશનલ બ્લોક’ પ્રોગ્રામ અંતર્ગત ચિંતન શિબિરનું આયોજન કરાયું.


ગરબાડા તાલુકાને સરકાર તરફથી 'Aspirational block' તરીકે જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતેના સભા ગૃહમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે દાહોદ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, નિયામક તેમજ તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ ની ઉપસ્થિતિમાં યોજાયો હતો જે કાર્યક્રમમાં બાળકોમાં કુપોષણ તેમજ કુપોષણ દૂર કરવા તેમજ અન્ય યોજનાનો લાભ કંઈ રીતે પહોંચાડી શકાય તેમજ બાળકોમાં કુપોષણ દૂર કરવા કંઈ પ્રકારના પગલાં લેવા તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને આ બાબતે જે તે વિભાગના કર્મચારીઓ શું કામગીરી કરવી તેની માહિતી મેળવી હતી .જેમાં અન્ય તાલુકાના ટીડીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ, આઇ સી ડી એસ વિભાગના કર્મચારીઓ તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ,બેંક કર્મચારીઓ,વિદ્યાર્થીઓ, કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.