રાજકોટમાં 30 દી’ બાદ એક ઈંચ વરસાદ, અનેક સ્થળે પાણી ભરાયાં, ફાયર બ્રિગેડમાં એક પણ ફરિયાદ નહિ
સિઝનનો કુલ 23.94 ઈંચ વરસાદ, એસ્ટ્રોન ચોક પાસે વૃક્ષ ધરાશાયી થતા વાહન અને એમ્બ્યુલન્સ દબાયા
રાજકોટમાં છેલ્લો વરસાદ 21 ઓગસ્ટે નોંધાયો હતો. ત્યારબાદ આખો મહિનો અને અડધો સપ્ટેમ્બર વીતી ગયા બાદ રાજકોટ કોરું ધાકડ રહ્યું હતું, પરંતુ સોમવારે સવારથી જ વરસાદી માહોલ રહ્યો હતો. દિવસભર ઝરમર એક ઈંચ વરસાદ વરસ્યો હતો. એક ઈંચ વરસાદમાં રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, ભક્તિનગર સર્કલ, નંદા હોલ પાસે, લલૂડી વોંકળી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, પરંતુ ફાયર બ્રિગેડ વિભાગના ચોપડે એક પણ ફરિયાદ નોંધાઈ ન હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.