રાજકોટમાં સપ્ટેમ્બર-2021માં 11 અને 2022માં 5 કેસની સામે ચાલુ વર્ષે સપ્ટેમ્બર-2023ના બે સપ્તાહમાં 18 કેસ નોંધાયા
સામાન્ય રીતે દરવર્ષે ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો જોવા મળતો હોય છે. જે અંતર્ગત આ વર્ષે પણ મચ્છરજન્ય રોગો જેવા કે, મેલેરિયા, ડેંગ્યુ અને ચિકનગુનિયાનાં કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં ચિકનગુનિયાનાં કેસોમાં છેલ્લા 3 વર્ષનો સૌથી મોટો વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર-2021માં ચિકનગુનિયાનાં 11 કેસ અને 2022માં 5 કેસ નોંધાયા હતા. જેની સામે ચાલુવર્ષે સપ્ટેમ્બરનાં બે સપ્તાહમાં જ 18 કેસ નોંધાઈ ચુક્યા છે. હજુ ચિકનગુનિયાનાં કેસોમાં વધારો થવાની શક્યતા હોવાનું મનપા આરોગ્ય અધિકારી જયેશ વાકાણીએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.