ધંધુકાની કીકાણી કોલેજના પ્રથમ વર્ષમાં આશરે 400 જેટલા વિધાર્થી પ્રવેશથી વંચિત રહ્યા.
ધંધુકાની કીકાણી કોલેજમાં પ્રથમ વર્ષમાં અનેક વિધાર્થી પ્રવેશથી વંચિત રહ્યા.
અમદાવાદ જિલ્લાની ધંધુકા તાલુકા ખાતે આવેલ કિકાણિ કોલેજ ધંધુકા , રાણપુર અને ધોલેરા તાલુકાની એકમાત્ર કોલેજ છે. ચાલુ પ્રથમ વર્ષમાં ગુજરાત યુનિવર્સિટિએ મંજૂરી આપેલી આર્ટ્સ વિભાગની 264 બેઠક ભરાઈ ગઈ છે જ્યારે કોમર્સ વિભાગની પ્રથમ વર્ષની 150 જગ્યા પુરાઈ ગઈ છે. હાલ કોલેજના પ્રથમ વર્ષમાં આશરે 400 જેટલા વિધાર્થી પ્રવેશથી વંચિત રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી પ્રથમ વર્ષ પ્રવેશની સમસ્યા સર્જાતી હોય છે. જો જગ્યા તથા ક્લાસ વધારવામાં આવે તો જ આ પ્રશ્ન હળવો બને તેમ છે. ખરેખર ધંધુકા ને જો બીજી કોઈ સરકારી કોલેજ કે સેલ્ફ ફાયનાન્સ કોલેજ શરૂ કરવામાં આવે તો પણ આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવે. આ કોલેજમાં વહીવટી સ્ટાફની જગ્યા કાર્યરત છે બાકીના વહીવટી સ્ટાફની જગ્યાઑ પણ ભરવામાં આવે તે જરૂરી છે.
રીપોર્ટર સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.